BREAKING NEWS

ગોંડલના વેપારી કાકા–ભત્રીજાની ધુડસિયાના યુવકના દાગીના પરત નહીં આપી છેતરપિંડી

  • April 04, 2026 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટગોંડલમાં મોટી બજારમાં આવેલ જડીયા એન્ડ સન્સના સંચાલક કાકા– ભત્રીજાએ ઘુડસિયાના યુવકના દાગીના અને રોકડ પડાવી ફોન સ્વીચઓફ કરી નાસી છૂટયા હતાં. આ અંગે યુવાને ગોંડલ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
ગોંડલના ઘુડસિયા ગામ રહેતાં સંજયભાઈ રમેશભાઈ સોલંકી (ઉ.વ.૩૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેજસ કિશોર જડીયા અને નિલેષ શાંતિલાલ જડીયા (રહે. બંને ગોંડલ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને ધંધા કરવા માટે પીયાની જર હોય જેથી વર્ષ ૨૦૨૫ માતા રાજીબેનની બે સોનાની વીટી તથા મોટા ભાઇ વિજયભાઈની એક સોનાની વિટી મળી ત્રણેય વિટીઓ વજન ૬ ગ્રામ ૫૦૦ જાણીતા સોની જેમની ગોંડલમાં મોટી બજારમાં જડીયા એન્ડ સન્સ નામની દુકાન આવેલ છે તે તેજશ જડીયાને દાગીના આપ્યા હતાં.
તેના બદલામા તેઓ પાસેથી .૫૫ હજાર લીધેલ અને એકાદ મહીના પછી આ પીયા પરત આપે ત્યારે ત્રણેય વીટીઓ પરત આપવાની તેમ વાત થયેલ હતી. ત્યારબાદ વરસાદમાં કડીયાકામનો સામાન તણાઇ ગયેલ એટલે વધારે પીયાની જર પડતાં ગઇ તા.૨૫૦૮૨૦૨૫ ના ભાભી રસીલાબેનનો સોનાનો હાર, કાનમાં પહેરવાની બુટી નંગ–ર જે સોની તેજશ જડીયાને આપેલ અને તેના બદલે તેઓએ . ૧.૮૦ લાખ આપવાનુ નક્કી થયેલ હતું. તેઓએ સોનાના હાર તથા બુટીઓના બદલે .૭૦ હજાર રોકડા આપેલ અને ૧ લાખનો ચેક આપેલ જે ચેકથી પીયા ઉપાડવા બેંકમા જતા આ ચેક રીટર્ન થયેલ અને .૧૦ હજાર ગુગલ પેથી મોકલવાનુ કહી પરંતુ તે પણ મોકલ્યા નહીં.
જે બાદ અવાર નવાર તેજશ જડીયાને ફોન કરી બાકી રહેતા પીયા આપવા કહેલ પરંતુ તેઓએ બહાના બતાવી પીયા આપેલ નહીં અને તેઓએ નંબર બ્લેકલીસ્ટમાં નાખી દીધેલ, બાદમાં બીજા નંબરમાંથી ફોન કરતા તેઓનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો.
તેજશનો ફોન બધં આવતો હોય જેથી તેની દુકાને ગયેલ તો તે મળેલ નહી પરંતુ તેના મોટા બાપુ નિલેષ જડીયા તેઓની દુકાને બેઠેલ હોય તેઓએ કહેલ કે, તેજશભાઇ ફરાર થઇ ગયેલ છે. તેઓને આ ચેક અંગે નેગોશીયેબલનો કેસ કરવાનુ કહેતા તેઓએ કહેલ કે, તમે કોઈ કેસ ન કરતા હત્પં તમને નવો હાર તથા બુટીઓ બનાવી આપીશ તેમ વાત કરેલ અને તે અંગે સોગંદનામું બનાવી આપવાનું પણ કહેલ અને બીજા દિવસે તા.૦૪૧૧૨૦૨૫ ના નિલેષ જડીયાએ તેજશ પાસેથી લીધેલ .૭૦ હજાર પરત આપીએથી જાન્યુઆરી મહીનાની તા.૨૫ થી ૨૬ માં સોનાનો હાર તથા બુટીઓ બનાવી આપશે તેવુ સોગંદનામું કરી આપેલ હતું.
ગઇ તા.૨૧૦૧ ના નિલેષ જડીયાને ફોન કરી બનાવી આપવાનો હાર તથા બુટીઓ આપવા કહેતા તેઓએ કહેલ કે, મારી પાસે અત્યારે હાર બનાવવાના પીયા નથી તમે જે થાય તે કરી લ્યો. જેથી યુવાને આ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News