BREAKING NEWS

ગોંડલ: સગીરા પર બળાત્કાર ગુજારનાર ત્રણ નરાધમોને ૨૦ વર્ષની સખત કેદ

  • May 08, 2026 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકા પંથકમાં વર્ષ ૨૦૨૦માં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં ગોંડલની પોકસો અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા અને દડં ફટકાર્યેા છે.આ કેસની ટૂંકી વિગત મુજબ, તા. ૦૪૦૯૨૦૨૦ ના રોજ રાત્રિના આશરે નવ વાગ્યાની આસપાસ ભોગ બનનાર સગીરા પોતાના ઘરની બહાર બાથમ કરવા નીકળી હતી. આ સમયે આરોપીઓ જાકીર ઉમર ઘાંચી,  અલ્ફાજ હાજી ઘાડા,  ઉમેદ પ્રકાશ મકવાણા તથા  રાજુ ભરવાડે સગીરાનું મોઢું દબાવી તેને અવાવં ખુલ્લ ી જગ્યામાં લઈ ગયા હતા.ત્યાં ત્રણેય આરોપીઓએ સગીરા પર વારાફરતી બળાત્કાર ગુજાર્યેા હતો, યારે રાજુ ભરવાડ ત્યાં નજર રાખવા ઉભો રહ્યો હતો. સગીરાની બૂમરાણ સાંભળી તેના સંબંધી ત્યાં દોડી આવતા આરોપી જાકીરને રંગેહાથ પકડી પાડો હતો, યારે અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પી.આઈ. એચ.જી. પલ્લ ાચાર્યએ તપાસ હાથ ધરી ચારેય આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરી હતી.આ કેસ ગોંડલની પોકસો અદાલતમાં ચાલવા પર આવતા, સ્પેશિયલ જજ એચ. એ. ત્રિવેદી સાહેબે પુરાવાઓ અને સાક્ષીઓની જુબાની તપાસી હતી. સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્રારા કરવામાં આવેલી ધારદાર દલીલો અને રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખી અદાલતે નિર્ણય સંભળાવ્યો હતો જેમાં ત્રણયે આરોપીઓ જાકીર ઉમર ઘાંચી, અલ્ફાજ હાજી ઘાડા અને ઉમેદ પ્રકાશ મકવાણાને ભારતીય દડં સંહિતાની કલમ–૩૭૬(ડી) તથા પોકસો એકટ મુજબ દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. યારે  આરોપી નં રાજુ ભરવાડને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હત્પકમ કર્યેા છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application