ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્ર્રપતિ તરીકે ચૂંટાયા બાદ અમેરિકામાં બુલિયન માર્કેટમાં મંદી છે. ટ્રમ્પની જીત બાદ સોનાની કિંમતમાં લગભગ છ ટકા એટલે કે ૪,૭૫૦ પિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો થયો છે. વૈશ્વિક અનિશ્ચિતતાનો અતં આવવાની સંભાવનાએ ડોલરને મજબૂત બનાવ્યો છે અને અનુકૂળ વાતાવરણની અપેક્ષાએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણમાં વધારાની અસર દેખાઈ રહી છે. ટ્રમ્પની જીત બાદ બિટકોઈનની કિંમત ૯૩,૦૦૦ ડોલર એટલે કે ૭૮.૫ લાખ પિયા સુધી પહોંચી ગઈ છે. ભારતમાં પણ સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં થયેલા ઘટાડાથી સામાન્ય લોકોને રાહત મળી છે. યુએસ ડોલર મજબૂત થવા અને ટ્રેઝરી યીલ્ડમાં વધારાને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ છે. આ સાથે ફેડરલ રિઝર્વ દ્રારા વ્યાજ દરમાં ઘટાડા અંગેની અનિશ્ચિતતા પણ સોનાના ભાવ પર અસર કરી રહી છે. ડોલર ઇન્ડેકસ ૧૦૬ પોઇન્ટને પાર કરીને એક વર્ષની ટોચે પહોંચી ગયો છે. બિટકોઈનની કિંમત ૯૩૦૦૦ ડોલર પ્રતિ સિક્કાને પાર કરી ગઈ છે.
એક દિવસ અગાઉ બુલિયન માર્કેટમાં એક મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા બાદ ગઈકાલે સોનાના ભાવમાં એક ટકાથી વધુનો ઘટાડો થયો હતો અને તે આઠ સાહની નીચી સપાટી . ૭૩,૯૭૮ પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો હતો. દિલ્હીમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૭૦,૫૯૦ પિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૬,૯૯૦ પિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. એક કિલો ચાંદીની કિંમત ૮૯,૫૦૦ પિયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુતિનની આ કાર આટલી ખાસ કેમ? પીએમ મોદીની કાર કરતા છે આ રીતે અલગ
November 21, 2024 05:00 PMહળવદ : જાહેર રસ્તા પર ઇંડા ફેંકી જનાર સામે ભભૂકયો રોષ
November 21, 2024 04:44 PMBCCIની મોટી જાહેરાત, ટેસ્ટ સિરીઝના 1 દિવસ પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર, આ ખેલાડીની એન્ટ્રી
November 21, 2024 04:39 PMસલમાન ખાનની 25 વર્ષ જૂની 'બીવી નંબર 1' ફિલ્મનું ટ્રેલર રિલીઝ, આ દિવસે ફરી જોઈ શકાશે સિનેમાઘરોમા
November 21, 2024 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech