થર્ટી ફસ્ર્ટમાં રાજકોટ કે નજીકના કોઇ સેન્ટરમાં દારૂની રેલમ છેલ માટે ચોટીલાના નવાગામ પાસે કમલેશ ભીમજી ઢોલાની વાડી પર ઉતરેલા ૩૧ લાખની કિંમતના ૫૪૩૩ બોટલ વિદેશી દારૂ ભરેલું ટેન્કર એસએમસીએ પકડી પાડયું છે. દારૂનો જથ્થો કટીંગ (અન્ય નાના વાહનોમાં સપ્લાય) થતો હતો ત્યારે જ દરોડો પડતા વાહનના ચાલકો નાસી છૂટયા હતા. એક શખસ હાથમાં આવ્યો હતો. દારૂ, ટેંકર તેમજ અન્ય બે પીકઅપ વાહન મળી ૬૬.૦૯ લાખના મુદ્દામાલ સાથે ૧૦ સામે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
ચોટીલા પાસે એક વાડીમાં દારૂનું કટીંગ થતું હોવાની ચોકકસ માહિતીના આધારે ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.વી.ગળચર તથા ટીમે દરોડો પાડયો હતો. વાડીએ જીજે૧૨બીટી ૯૮૨૯ નંબરનું ટેન્કર તેમજ ટેન્કરમાંથી દારૂ હેરફેર માટે જીજે૧૩એકસ ૬૦૨૮ નંબરનું પીકઅપ તથા અન્ય એક ટેમ્પો પણ હતા.
પોલીસ પહોંચતા અન્ય શખસો નાસી છૂટયા હતા. જયારે ચોટીલાના નવાગામનો વિજય મંગા ચૌહાણ નામનો શખસ હાથ લાગ્યો હતો. જયારે ગુંના ગામનો રાજ શિવા પરલીયા, ચતુર શિવા પરલીયા નામના બે બુટલેગર તથા રાજકોટ નવાગામનો રાહત્પલ ઉર્ફે ધાબુ બાબરીયા, મુકેશ ઉર્ફે મુકો હકા કોળી નાસી છૂટયા હતા. ટેન્કરમાંથી ૩૧,૦૨,૨૪૩ રૂપિયાનો ૫૪૩૩ બોટલ દારૂ કબજે કરાયો હતો. ટેન્કર માલીક અને ડ્રાઈવર તથા બન્ને પીકઅપ વાહનના માલીક ડ્રાઈવર, દારૂનો જથ્થો મોકલનાર તથા નાસી છુટેલા મળી ૧૫ સામે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂ ૩૧ ડિસેમ્બરમાં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા રાજકોટ તરફના કોઈ બુટલેગર મંગાવ્યો હોવાની આશંકા છે. ચોટીલા પાસે કટીંગ કરી રાજકોટ કે અન્યત્ર સપ્લાય તે પુર્વે જ એસએમસીએ મોટો જથ્થો પકડી પાડયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech