ચોમાસાની આખરમાં ગોહિલવાડમાં ગુરૂવારે શ્રીકાર વર્ષા થતાં બે થી છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.આગાહી વચ્ચે ગુરૂવારે વહેલી સવારથી મોડી રાત સુધીમાં ભાદરવો ભરપૂર બન્યો હોય તેમ ભાવનગર જિલ્લામાં પોણા બે ઈંચથી છ ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.જેમાંઘોઘામાં છ,ભાવનગર શહેરમાં સવા ચાર, પાલિતાણામાં સાડા ચાર,સિહોર અને ઉમરાળામાં પોણા ચાર,મહુવામાં અઢી, વલભીપુર અને તળાજામાં સવા બે, જેસરમાં બે અને ગારિયાધારમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ખૂબ હાલાકી વેઠવી પડી હતી.મોલાત મુરઝાવાના આરે હતી ત્યારે જ વરસાદ પડતાં મોલાતને જીવતદાન મળ્યું હતું.ભાવનગર જિલ્લામાં આજે શુક્રવારે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કરી ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યના હવામાન વિભાગે ભાવનગર જિલ્લામાં ગુરૂવારે પણ ભારે વરસાદ પડવાની આગાહી કરી હતી. સવારથી રાત્રીના ૮ વાગ્યા સુધી ભારે ઉકળાટ રહયો હતો.૮ વાગ્યાથી ગુરૂવારે સવારે ૬ વાગ્યાથી મોડી રાત સુધીમાં પોણા બે ઈંચથી છ ઈંચ વરસાદ જિલ્લામાં પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ઘોઘામાં ખાબક્યો હતો.ઘણા દિવસોથી વરસાદની રાહ ખેડૂતો અને લોકો જોતા હતા.ત્યારે છેલ્લા બે દિવસથી મેઘસવારી આવી પહોંચી હતી .અને જોતજોતામાં છ ઈંચ વરસાદ પડયો હતો.આથી ઠેર ઠેર પાણી ભરાયા હતા.આથી લોકોને ખૂબ હાલાકી વેઠવી પડી હતી.
ભાવનગર શહેરમાં ગુરૂવારે સવારથી ખૂબ જ ઉકળાટ રહયો હતો.સવારે શરૂઆતમાં ધીમો અને બાદમાં ભારે મેઘ ગર્જના અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને મોડી રાત સુધીમાં સવા ચાર ઇંચ પાણી પડયું હતું.બપોરે ભારે વરસાદના પાણી ભરાતા લોકોને શાળા કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી.આથી ભાવનગર શહેરમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં કુલ પોણા અઠિયાવિસ ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના મહિલા કોલેજ વિસ્તારમાં જૂની બ્લડ બેંક પાસે જાહેર રસ્તા પર વૃક્ષ ધરાશાયી થયાની જાણ થતા સવારે ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને વુડન કટરથી વૃક્ષનું કટીંગ કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. એ જ રીતે સાંજના અરસામાં શહેરના રૂપાણી સર્કલ વિસ્તારમાં શશીપ્રભુ ચોક ખાતે વૃક્ષ ધરાશાયી થયાની જાણ છતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને વૃક્ષનું કટીંગ કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
પાલીતાણામાં આ વર્ષના ચોમાસામાં પ્રથમવાર મેઘરાજાએ જોરદાર ઇનિંગ રમીને સાડા ચાર ઈંચ પાણી ઠાલવી દીધું હતું.આથી અત્ર,તત્ર,સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.સિહોરમાં પણ મેહુલિયાએ ધમાકેદાર બેટિંગ કરીને પોણા ચાર ઈંચ પાણી ઠાલવી દીધું હતું.જ્યારે તળાજામાં પણ મેઘરાજાએ લાંબા વિરામ બાદ સતત બીજા દિવસે સવા બે ઈંચ પાણી પીરસી દીધુ હતુ.મહુવામાં અઢી ઈંચ જેટલું પાણી વરસાવી દીધું હતું.
ગારીયાધારમાં પોણા બે અને જેસરમાં બે ઈંચ પાણી પડયું હતું.આથી સર્વત્ર પાણી ભરાયાં હતાં. વલભીપુરમાં સવા બે અને ઉમરાળામાં પોણા ચાર ઈંચ વરસાદ પડયો હતો. આમ, ગુરૂવારે સવારથી શુક્રવારે વહેલી સવાર સુધીમાં ગોહિલવાડમાં શ્રીકાર વર્ષા થઈ હતી. ગુરૂવારે સવારે ૬ વાગ્યાથી શુક્રવારે સવારે ૬ વાગ્યા સુધીમાં ઘોઘામાં ૧૫૧, ભાવનગર શહેરમાં ૧૦૭, પાલિતાણામાં ૧૧૦,વલભીપુરમાં ૭,ઉમરાળામાં ૯૫,સિહોરમાં ૯૪, તળાજામાં ૫૮ મહુવામાં ૬૧,જેસરમાં ૫૨, ગારિયાધારમાં ૪૩ મિ.મી. વરસાદ પડ્યાનું સરકારી ચોપડે નોંધાયું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech