વૈશ્વિક ચિપ મેન્યુફેકચરિંગ કંપનીઓ હવે ભારતીય પ્રતિભા પર નજર રાખી રહી છે. ચિપ્સની વધતી જતી વૈશ્વિક માંગને ધ્યાનમાં રાખીને, જર્મનીની સૌથી મોટી સેમિકન્ડકટર ચિપ નિર્માતા કંપની ઇન્ફીનીયન ભારત અને વિયેતનામમાં મોટા પાયે કુશળ કામદારોની ભરતી કરી રહી છે. કંપની ભારતમાં વધુ લોકોની ભરતી કરીને તેના કર્મચારીઓનું વિસ્તરણ કરશે, જે પહેલેથી જ એશિયામાં તેનો આધાર છે. યારે વિયેતનામમાં તેની નવી ઓફિસમાં સેંકડો એન્જિનિયરોની નિમણૂક કરવામાં આવશે.
ચીન અને યુએસ વચ્ચે વધતા તણાવ અને વૈશ્વિક સેમિકન્ડકટર ચિપ અને ટેકનોલોજી સપ્લાય ચેઈન્સમાં દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાના વધતા મહત્વને કારણે આ વલણને વેગ મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષેામાં ઇલેકટ્રોનિકસ અને કારમાં વપરાતી ચિપ્સ માટે ભારત એક મુખ્ય સ્થળ બની રહ્યું છે. ભારતમાં જેમ જેમ રોકાણ વધ્યું છે તેમ તેમ પ્રતિભા માટેની સ્પર્ધા પણ વધી છે. આવી સ્થિતિમાં, ચિપ મેન્યુફેકચરિંગ કંપનીઓએ દેશમાં તેમની ઓફિસ માટે નવી જગ્યાઓ શોધવાનું શ કરી દીધું છે.
સેમિકન્ડકટર ઇન્ડસ્ટ્રી એસોસિએશન (એસઆઇએ) અને ઓકસફોર્ડ ઇકોનોમિકસના ગયા વર્ષના અહેવાલ મુજબ, સેમિકન્ડકટર ઉધોગનું કેન્દ્ર યુએસએ ૨૦૩૦ સુધીમાં ૬૭,૦૦૦ કામદારોની અછતનો સામનો કરવો પડશે. ડેલોઇટે એવો પણ અંદાજ મૂકયો હતો કે અછત ૭૦,૦૦૦ થી ૯૦,૦૦૦ હોઈ શકે છે. સમસ્યા યુ.એસ. સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ અન્ય બજારોમાં પણ દેખાશે કારણ કે ટોચની ચિપ ઉત્પાદક તાઇવાનની કંપનીઓ હાલમાં યોગ્ય ઉમેદવારો શોધવા માટે સંઘર્ષ કરી રહી છે. મજબૂત કાર્યબળ ક્ષમતા સાથે, ભારત વૈશ્વિક સેમિકન્ડકટર ઉધોગમાં મોટું યોગદાન આપવા માટે તૈયાર છે. ચિપ ટેસ્ટિંગ અને પેકેજિંગ સાથે સંકળાયેલી કંપનીઓ પણ ભારતમાં સક્રિયપણે નોકરીઓ લઈ રહી છે. ભારતે છેલ્લા ત્રણ દાયકામાં વિશ્વભરના આઈટી અને સેમિકન્ડકટર ઉધોગોને એન્જિનિયરિંગ પ્રતિભા પ્રદાન કરીને નોંધપાત્ર પ્રગતિ કરી છે. ચિપ્સની વધતી જતી માંગને પહોંચી વળવા માટે, 'તાઈવાન સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ કંપની' ભારતની કેટલીક ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાંથી સીધી ભરતી કરે છે. આ ઉપરાંત, અમેરિકન કંપનીઓ એપ્લાઇડ મટિરિયલ્સ અને લેમ રિસર્ચ જેવી ઘણી સેમિકન્ડકટર ચિપ કંપનીઓએ દેશમાં તેમની સંશોધન પ્રયોગશાળાઓ સ્થાપિત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech