BREAKING NEWS

નીટ ખતમ કરીને બારમા ધોરણના માકર્સના આધારે એડમિશન આપો

  • May 14, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નીટ યુજી પરીક્ષામાં થયેલા પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે આકરી પ્રતિક્રિયા આપતા સમગ્ર પરીક્ષા પ્રણાલીને બધં કરવાની માંગ કરી છે. બીજી તરફ, કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરીને તપાસ તેજ બનાવી છે.
તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યકત કરતા જણાવ્યું હતું કે, 'વારંવાર થતા પેપર લીકની ઘટનાઓ લાખો વિધાર્થીઓના ડોકટર બનવાના સ્વપનને ચકનાચૂર કરી રહી છે. મેડિકલ એડમિશન માટે નીટ પરીક્ષા નાબૂદ કરી વિધાર્થીઓને માત્ર ૧૨મા ધોરણના મેરિટ (સ્કોર) ના આધારે પ્રવેશ આપવો જોઈએ.ઈસરોના પૂર્વ અધ્યક્ષ ડો. કે. રાધાકૃષ્ણન સમિતિએ ૯૫ સૂચનો આપ્યા હોવા છતાં બે વર્ષમાં ફરી પેપર લીક થવું તે અત્યતં આઘાતજનક છે. જો કેન્દ્રીય એજન્સીઓ સુરક્ષિત પરીક્ષા લેવામાં અસમર્થ હોય, તો રાયોને તેમના મેરિટના આધારે બેઠકો ભરવાની મંજૂરી મળવી જોઈએ.'વર્ષ ૨૦૨૪માં પણ છ રાયોમાં એફઆઈઆર દાખલ થયા બાદ તપાસ સીબીઆઈને સોંપાઈ હતી. સતત બીજા વર્ષે આવી ક્ષતિઓ સામે આવતા હવે નીટની વિશ્વસનીયતા સામે મોટા પ્રશ્નાર્થેા ઉભા થયા છે. તમિલનાડુ સરકાર લાંબા સમયથી નીટનો વિરોધ કરી રહી છે અને વર્તમાન સ્થિતિએ આ વિરોધને વધુ વેગ આપ્યો છે.
નીટ–યુજીનું પેપર લીક થઇ ગયું છે, જેને પગલે પરીક્ષા જ રદ કરી દેવી પડી હતી. કેન્દ્ર સરકારે આ સમગ્ર મામલો સીબીઆઇને સોંપ્યો હતો, સીબીઆઇ દ્રારા વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ જયપુર, ગુગ્રામ, નાસિકથી ઝડપાયા છે. તપાસ હાથમાં લીધા બાદ કેન્દ્રીય એજન્સી સીબીઆઇ દ્રારા દેશભરમાં તપાસ અભિયાન ચલાવાયું છે અને અનેક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application