સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા અવતરણ પૂજા–મહા આરતી યોજાઇ
સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા અવતરણ પૂજા–મહા આરતી યોજાઇ
May 26, 2026 11:04 AM
તા.૨૫ મેના રોજ અધિક યે શુકલા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાક્રોમાં ઉલ્લ ેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન, પુજા અને આરતીનું અને મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. યાં ભગવાન કૃષ્ણએ યાદવો ની મુકિત માટે તર્પણ કયુ હતું. શાક્રોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભકિતમય ઉજવણી કરવામાં આવલ. ત્રિવેણી સંગમ ખાતે ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવેલ જેમા ૧૦ ભુદેવો સાથે હજારો ની સંખ્યામાં આરતી મા લોકો જોડાયા હતાં. ગંગા દશેરા આરતી નિમિત્તે આખાં ત્રિવેણી ઘાટ અને આજુબાજુના મંદિરોને રોશનીથી શણગારવામાં આવેલ અને આરતી સમયે બેન્ડ બાજાની રમઝટ સાથે આરતી ઉતારવામાં આવેલ આરતી પાંચથી સાત મીનીટ ચાલેલ આ આરતીમા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર, સોમનાથ ટ્રસ્ટના ઈનચાર્જ મેનેજર દુબે અને સોમનાથ ટ્રસ્ટનો સ્ટાફ જોડાયેલ હતો