ખંભાળિયા અને દ્વારકામાં ત્રણ સ્થળોએ જુગારના દરોડા

  • July 26, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઠ ઝડપાયા: બે ફરાર : અડધા લાખનો મુદામાલ મળી આવ્યો

દ્વારકા તાબેના મેવાસા ગામે પડસાર વાડી વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમી રહેલા ભાયાભા રાયદેભા કેર, આચાર્યાભા ભીખાભા કેર, કારુભા પુંજાભા સુમાણી, અને મેરૂભા કારાભા કેર નામના ચાર શખ્સોને ઝડપી લઈ, રૂપિયા ૧૧,૯૫૦ રોકડા તથા રૂપિયા ૩૫,૦૦૦ ની કિંમતના બે મોટરસાયકલ મળી, કુલ રૂ. ૪૭,૯૫૦ ની મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડા દરમ્યાન અશોક ભાવુભા માણેક અને તેની સાથે આવેલો મારાજ નામનો એક શખ્સ પણ ફરાર થઈ ગયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસે જુગારધારાની કલમ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.
દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતેથી પોલીસે ભાવુભા મેઘાભા નાયાણી અને ભીખાભાઈ બુધાભા સુમણીયા નામના બે શખ્સોને રૂપિયા ૩,૮૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાંથી પોલીસે અજા ગગુ કારીયા અને સંજય જગદીશ લગધરીયા નામના બે શખ્સોને તીનપતિનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
**
શહેરમાં વધુ એક વર્લીબાઝ ઝબ્બે
જામનગરના શખ્સને વર્લીમકટાનો જુગાર રમતા રોકડ સાથે વ્હોરાવાડ રોડ પરથી પકડી લેવાયો હતો.
જામનગરના વ્હોરાવાડમાં રહેતા કાદર હમીદ કુરેશી નામના શખ્સને આ વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમતા એલસીબીએ દરોડા દરમ્યાન રોકડ ૨૪૨૦ અને વર્લીના સાહિત્ય સાથે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application