રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આજથી ચાર વર્ષ પૂર્વે ભળેલા મોટા મવા વિસ્તારની ટીપી સ્કીમ નં.૨૪માં અભિપ્રાયોની વિસંગતતાના કારણે બિલ્ડીંગ પ્લાન પાસ થતા નહીં હોવાના કારણે સૌ પરેશાન થઇ રહ્યા છે. આ વિસ્તારમાં રહેણાંક મકાનના પ્લાન પણ પાસ થતા ન હોય હવે મહાનગરપાલિકા તત્રં તાકિદે યોગ્ય નિકાલ લાવે તે અનિવાર્ય છે તેવી લેખિત રજુઆત મ્યુનિસિપલ કમિશનર સુધી કરવામાં આવી છે.
વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને કરાયેલી લેખિત રજુઆતમાં મોટા મવા વિસ્તારના રહીશોએ જણાવ્યું છે કે મોટમવામાં વિસ્તાર અગાઉ ડામાં આવતો હતો અને હવે મહાનગરપાલિકા હેઠળ છે. મોટા મવા ટીપી સ્કીમ નં.૨૪ હેઠળ આવતી જમીનોમાં પ્લાન મુકવામાં આવે તો અભિપ્રાયમાં તફાવત આવે છે. ડા અને મહાપાલિકાના સ્થળ ઉપરના ભૌગોલિક માપમાં ફેરફાર આવતો હોવાથી ટીપી વિભાગના અધિકારીઓ–ઇજનેરો અભિપ્રાય આપતા નથી તેવા કારણોસર પ્લાન પાસ થતા નથી. છેલ્લા કેટલાય સમયથી મોટામવાના અરજદારોએ અરજી કરી છે કે તેઓના બાંધકામ પ્લાન પાસ થતાં નથી. મોટા મવા ટીપી સ્કીમ નં.૨૪ કે જેને સેકશન ૩–૧૧–૨૦૧૬થી લાગુ પાડેલ છે ત્યારબાદ ૨૨–૧૨–૨૦૧૬ના રોજ ટીપી સ્કીમ અર્થે ટીપીઓની નિમણૂકથી આજ સુધી હજારો હેકટર જમીનમાં ડેવલપમેન્ટના તમામ કામ જેવા કે સબ પ્લોટિંગ, બિલ્ડીંગ ડેવલપમેન્ટ બધં છે. અનેક મધ્યમ વર્ગ લોકોએ ટીપી સ્કીમ અમલમાં આવ્યા પહેલા પોતાની મરણ મૂડીમાંથી ઘરનું ઘર બનાવવા પ્લોટ ખરીદેલ છે પણ મહાપાલિકામાં પ્લાન પાસ કરવામાં અસહ્ય વિલબં કરવામાં આવે છે. ખાસ કરીને સબ પ્લોટિંગ પ્લાન પાસ કરવામાં આવેલ નથી જેના લીધે લાંબા સમયથી અનેક લોકોના ઘરનું ઘર બનવાનું સ્વપન હવે માત્ર સ્વપન જ રહી ગયું છે પોતાની જમીનમાં મકાનનું બાંધકામ કરી શકતા નથી. વેંચવા જાય પણ તો પણ પ્લાન પાસ થતા ન હોય કોઇ લેવાલ મળતા નથી. મધ્યમ વર્ગના હજારો લોકો વર્ષેાથી મહાપાલિકામાં પ્લાન પાસ થાય તેની પોલિસીની રાહ જોઇ વર્ષેાથી મકાનભાડા ભરી રહ્યા છે. જો સબ પ્લોટીંગ, બિલ્ડિંગ પ્લાન, બિલ્ડીંગ ડેવલપમેન્ટની મંજૂરી આપવામાં આવે તો મધ્યમ વર્ગના લોકો તેમના ઘરનું ઘરનું સપનું સાકાર કરી શકે તેમજ શહેરના અન્ય બિલ્ડરો ટીપીમાં મકાન લેટની સ્કીમો મુકી શહેરનાં ડેવલપમેન્ટમાં રસ દાખવી શકે તેવી રજુઆત થઇ છે. ઉપરોકત મુજબ મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કર્યા બાદ હવે આગામી દિવસોમાં સાંસદ, શહેરના તમામ ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક, ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન મહાનગરપાલિકાના પદાધિકારીઓને તેમજ જરર જણાયે ગાંધીનગર સુધી રજુઆત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech