વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે દુનિયાના મોટાભાગના દેશો મોદીને સાંભળે છે. ભારત કોઈ વિદેશી શકિત સામે ઝૂકતું નથી. રશિયા પાસેથી તેલ ખરીદવા સહિતની ભારતની ઘણી વિદેશ નીતિઓના કારણે અમેરિકાની નારાજગીનું કારણ બન્યું છે. હવે એ વાત સામે આવી છે કે અમેરિકાની ગુચર સંસ્થા સીઆઈએ મોદી સરકારને ઉથલાવી પાડવા માટે પડદા પાછળ મોટા પાયે પ્રયાસો કરી રહી છે. રશિયાના સરકારી મીડિયા સ્પુતનિકે પોતાના અહેવાલમાં દાવો કર્યેા છે કે સીઆઈએ આંધ્રપ્રદેશના બેપ્ટિસ્ટ ચર્ચ અને વિપક્ષી નેતાઓના સંપર્કમાં છે અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની મદદથી મોદી સરકારને પછાડવા માટે એક મોટું ષડયત્રં રચી રહી છે.
સ્પુતનિક અહેવાલ આપે છે કે સીઆઈએ કેટલાક વિપક્ષી નેતાઓ સાથે સતત સંપર્કમાં છે અને મોદી સરકાર સામે લોકોમાં અવિશ્વાસ પેદા કરવા માટે પરિસ્થિતિઓ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સીઆઈએનું પહેલું લય ચંદ્રબાબુ નાયડુની મદદથી તેમની મદદ પરત મેળવવાનું છે. બેપ્ટિસ્ટ ચર્ચ દ્રારા નાયડુને તેમના ગણમાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો નાયડુ સમર્થન પાછું ખેંચવામાં ખચકાટ અનુભવે છે, તો વિપક્ષને તેના માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની સૂચના આપવામાં આવી છે. રશિયન મીડિયાએ કહ્યું છે કે અમેરિકી કોન્સ્યુલ જનરલ અને રાજદ્રારીઓ દ્રારા વિપક્ષી નેતાઓ સાથેની મુલાકાત ચિંતાનો વિષય છે.
રશિયાનું કહેવું છે કે આ અભિયાન માટે મોદી વિરોધી નેતાઓ, સામાજિક કાર્યકરો, સોશિયલ મીડિયા હસ્તીઓ, ઉધોગપતિઓ અને કલાકારો સહિત ઘણા લોકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રશિયાના સ્પુતનિકે તેના રિપોર્ટમાં કહ્યું કે જુલાઈ ૨૦૨૪માં યુએસ એમ્બેસીએ ભારતમાં ઈન્ફલ્યુઅન્સ ટુ ઈમ્પેકટ નામની ઈવેન્ટનું આયોજન કયુ હતું. આ કાર્યક્રમમાં અભિષેક બેનજીર્ને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેઓ કોંગ્રેસના પ્રચારકોને પ્રોત્સાહન આપે છે અને યુટુબ દ્રારા અર્ધસત્ય ફેલાવીને મોદી સરકાર વિદ્ધ કામ કરે છે.
સ્પુતનિકે તેના અહેવાલમાં જણાવ્યું છે કે ભારતમાં રહેતા અને ભારત વિરોધી વલણ ધરાવતા હિન્દુ તહેવારો, રિવાજો અને દેવી–દેવતાઓ વિદ્ધ બોલનાર આરજે સાયમાને યુએસ એમ્બેસી દ્રારા સમાનતાના રાજદૂતનું બિદ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પુતનિકનું કહેવું છે કે આ બધું ભારતના લોકોને મોદી સરકાર વિદ્ધ ભડકાવવાના સુનિયોજિત કાવતરાનો ભાગ છે.
મોદી સરકાર વિરુદ્ધ ટૂંક સમયમાં અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી શકે
રશિયન મીડિયા અનુસાર, મોદી સરકાર વિદ્ધ ટૂંક સમયમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. આ માટે મોટા પાયે પ્રયાસો થઈ રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિપક્ષી નેતાઓના સતત સંપર્કમાં રહેલી અમેરિકી ગુચર એજન્સી સીઆઈએએ કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરી છે અને વાતચીત કરી છે. યુએસ કોન્સ્યુલ જનરલ જેનિફર લાર્સન તાજેતરમાં હૈદરાબાદમાં એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીને મળ્યા હતા. આ પહેલા તે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને પણ મળ્યા હતી. એટલું જ નહીં તેઓ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને પણ મળ્યા હતા. રશિયન મીડિયાએ પોતાના રિપોટર્સમાં આ તમામ ઘટનાઓનો ઉલ્લેખ કર્યેા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાર્સન હૈદરાબાદમાં અમેરિકન મિશન ઓર્ગેનાઈઝેશનનું નેતૃત્વ કરી રહ્યો છે અને આ સંગઠન દ્રારા અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સી સીઆઈએ બેપ્ટિસ્ટ ચર્ચની મદદ લેવાનો પ્રયાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેરાવળમાં મહિલાના દાગીના તફડાવી લેનાર આંતર જિલ્લા ગેંગ ૪.૪૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ
November 23, 2024 09:25 AMમહારાષ્ટ્રમાં 288 બેઠકોની મતગણતરી શરૂ, રહેશે મહાયુતિનું વર્ચસ્વ કે મહાવિકાસ આઘાડી બાજી મારશે?
November 23, 2024 09:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech