રાજકોટ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે ગુનેગારો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્રારા જામકંડોરણા, રાજકોટ ગ્રામ્ય અને જૂનાગઢ જિલ્લામાં દાની હેરફેરાની ગુનામાં સામેલ ચાર બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરી હતી. આ ચારેય બુટલેગરોને ભુજ, અમદાવાદ,સુરત અને વડોદરા જેલહવાલે કર્યા હતાં.
રાજકોટ રેન્જ આઇજી નિર્લિ રાય અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્રારા સ્થાનિક સ્વરાજયની ચૂૂંટણી પૂર્વે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિત જળવાઇ રહે તે માટે અસમાજિન અને ગુંડા તત્વો સામે પાસા સહિતની અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. આ સૂચનાને લઇ જામકંડોરણા પોલીસ સ્ટેશનની હદમાં દાની હેરફેરમાં ઝડપાયેલા તથા રાજકોટ જિલ્લા અને જુનાગઢ જિલ્લામાં દાની હેરફેરના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ચાર શખસો વિધ્ધ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટરને મોકલી હતી. જિલ્લા કલેકટરે આ દરખાસ્ત પર મંજૂરી મહોર લગાવી આ શખસો સામે પાસાનું વોરટં ઇશ્યુ કયુ હતું.
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે આ વોરંટની બજવણી કરી આરોપીઓ ભાવેશ ભોજાભાઇ કોડીયાતર(ઉ.વ. ૨૮ રહે. વેગડી તા. ધોરાજી મૂળ જામવાડી, જામજોધપુર), રાજુ ઉર્ફે રાજેશ પોલાભાઇ કોડીયાતર(ઉ.વ. ૨૮ રહે. સોનવાડીયા તા. જામજોધપુર), સામત ભીમાભાઇ કરમટા(ઉ.વ. ૨૭ રહે. જૂનાગઢ) અને રાજુ ડાયાભાઇ સીંઘલ(ઉ.વ. ૨૪ રહે. જુનાગઢ) ની પાસા હેઠળ અટકાયત કરી આરોપીઓને ભુજની પાલારા, અમદાવાદ, વડોદરા અને સુરત જેલહવાલે કરી દીધા હતાં.
આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ કે.એમ.ચાવડા, આર.વી.ભીમાણી, એચ.સી.ગોહિલ, પી.એન.ભરવાડ તથા એએસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અનીલભાઇ બડકોદીયા, અમિતસિંહ જાડેજા, ભાવેશભાઇ ચાવડા, હેડ કોન્સ. શીવરાજભાઇ ખાચર, રમણીકભાઇ મણવર, અરવિંદસિંહ જાડેજા, અર્જુનભાઇ ડવેરા, ધર્મેશભાઇ બાવળીયા, હિતેશભાઇ હમીરપરા, ગીતાબેન ગરચર, ભારતીબા સરવૈયા અને કોન્સ. શકિતસિંહ જાડેજા, ઇશીતભાઇ માણાવદરીયા, નિકુંજભાઇ સુતરીયા, શકિતસિંહ ઝાલા અને અબ્દુલભાઇ શેખ સાથે રહ્યા હતાં.