BREAKING NEWS

રાજકોટ લોકમેળામાં સ્ટોલ–પ્લોટ માટેના ફોર્મ તા. ૨૦થી ૨૮ જુલાઈ સુધી મળશે

  • July 15, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગામી તા. ૨થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા પાંચ દિવસીય લોકમેળા માટે લોકમેળા અમલીકરણ સમિતિએ સ્ટોલ અને પ્લોટ ફાળવણી અંગેનો કાર્યક્રમ જાહેર કર્યેા છે. રમકડાં, ખાણીપીણી, આઈસ્ક્રીમ, યાંત્રિક રાઈડસ તેમજ વિવિધ પ્રદર્શન અને એકસપો માટેના સ્ટોલ–પ્લોટ મેળવવા ઇચ્છુક અરજદારો માટે અરજી પ્રક્રિયા તા. ૨૦થી ૨૮ જુલાઈ સુધી હાથ ધરવામાં આવશે. સમિતિની જાહેરાત મુજબ, ફોર્મ ભરવા ઇચ્છુક અરજદારોને ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડિંગ, શાક્રી મેદાન સામે, રાજકોટ ખાતેથી દરરોજ સવારે ૧૧થી સાંજે ૪ વાગ્યા દરમિયાન અરજીપત્રક મેળશે અને જરી ડિમાન્ડ ડ્રાટ સાથે નિયત ફોર્મમાં અરજી રજૂ કરી શકશે. અરજી સાથે સંબંધિત કેટેગરીની સંપૂર્ણ ફી, ટેકસ અને ડિપોઝિટની રકમનો અધ્યક્ષશ્રી, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટના નામે તૈયાર કરાયેલ ડિમાન્ડ ડ્રાટ જોડવો ફરજિયાત રહેશે. સમિતિએ વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટ માટે હરરાજી અને ડ્રોની તારીખો પણ જાહેર કરી છે. તા.૧ ઓગસ્ટે સવારે ૧૧ વાગ્યે કેટેગરી–બીના ૧૦૦ રમકડાંના સ્ટોલ અને કેટેગરી–સીના ૮ ખાણીપીણીના સ્ટોલ માટે હરરાજી યોજાશે. ત્યારબાદ સવારે ૧૧.૩૦ વાગ્યે કેટેગરી–જેના ૩ મધ્યમ ચકરડીના પ્લોટ અને કેટેગરી–કેના ૨૪ નાની ચકરડીના પ્લોટ માટે હરરાજી થશે. આગામી તા. ૪ ઓગસ્ટે કેટેગરી–એના ૨ ખાણીપીણીએકસપોએકિઝબિશનશો માટેના પ્લોટ તેમજ બી–૧ (કોર્નર)ના ૪૦ ખાણીપીણી પ્લોટ માટે હરરાજી યોજાશે. તા. ૫ ઓગસ્ટે યાંત્રિક કેટેગરી–ઈના ૫, એફના ૩, જીના ૨૦ અને એચના ૬ પ્લોટ માટે હરરાજી થશે. યારે તા. ૬ ઓગસ્ટે કેટેગરી–એકસના ૧૭ આઈસ્ક્રીમ પ્લોટની હરરાજી કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application