BREAKING NEWS

આટકોટ બાપાસીતારામ હોટલના પાર્કિંગમાંથી 2. 22 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

  • December 08, 2025 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મોટા પ્રમાણમાં રહ્યો હોય સ્ટેટ મોનિટરિંગ સેલે તાજેતરમાં જ ચોટીલાના નાનીમોલડી નજીક એક હોટલના પાર્કિંગમાંથી ૧.૭૭ કરોડનો દારૂ ઝડપી લીધા બાદ ફરી આટકોટ ગોંડલ ચોકડી પાસેથી બાપા સીતારામ હોટલના પાર્કિંગમાં દરોડો પાડી ટેન્કર માંથી ૨,૨૨ કરોડની કિંમતનો ૨૬,૭૨૪ વિદેશી દારૂની બોટલો સાથે રાજસ્થાની ડ્રાઇવર ક્લીનરને ઝડપી લેતા સ્થાનિક પોલીસમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

એસએમસી સૂત્રમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ એસ વી ગરચર, હેડ કોન્સ્ટેબલ સંજય ચાવડા સહિતની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે આટકોટ-ગોંડલ રોડ ચોકડી પાસે આવેલી બાપા સિતારામ હોટેલ પાસે પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો.

આદરોડા દરમિયાન પાર્ક કરેલા ટેન્કર આરજે-૦૫-જીબી-૫૯૬૦ નંબરના ટેન્કરમાં તપાસ કરતાં અંદરથી ૨,૨૨,૬૨,૩૧૯.૬ કરોડની કિંમતનો ૨૨૨૭ પેટી દારૂ બોટલ નંગ ૨૬,૭૨૪ મળી આવતા ટ્રક ચાલક બાડમેરના રામસર કાકુવા ગામના જોગારામ ઓમાલારામ જાંટ ઉંમર વર્ષ 21 અને કલીનર સગીરની ધરપકડ કરી હતી.

ચાલક જોગારામની પુછતાંછમાં દારૂનો જથ્થો રાજસ્થાન ફતેપૂરના નામચીન સપ્લાયર અનિલ જગદીશ પ્રસાદ પાંડીયાએ મહારાષ્ટ્રના વિસલવાડી વિસ્તારમાંથી રવાના કરી દારૂ ભરેલો ટ્રક આટકોટ રોડ પર લઈ જવાની સૂચના આપી હોય જ્યાં ડ્રાઇવરને આપેલા નંબર પર સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું.

તે દરમિયાન જ એસએમસીએ દારૂ સાથેનો ટ્રક ઝડપી દારૂ તેમજ ટ્રક સહિત કુલ 2,47, 95, 419.6 કરોડનો મુદ્દા માલ કબજે કરી આટકોટ પોલીસને સોંપતા વધુ તપાસ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જેપી રાવ ચલાવી રહ્યા છે


સપ્લાયરે દારૂ મહારાષ્ટ્રના વિસલવાડીથી રવાના કર્યો હતો

આટકોટ નજીક ઝડપાયેલ ૨.૨૨ કરોડના વિદેશી દારૂ ભરેલું ટેન્કર સપ્લાયર અનિલ પાંડીયાનો સાગરીત મહારાષ્ટ્રના વીસલવાડી ખાતે આવીને આપી ગયો હતો આરોપી ચાલકને ફોનમાં વોટ્સએપ કોલમાં અનિલ સંપર્કમાં હતો. ગુજરાતમાં ચોટીલાથી આટકોટ બાપાસીતારામ હોટલે જવાની સૂચના આપી હતી જ્યાં પહોંચતા એક વ્યક્તિ દારૂની ડીલેવરી લેવા આવશે તેવું કહેવામાં આવ્યું હતું તેમજ વધુ પૂછપરછમાં ત્રણ માસ પૂર્વે ટેન્કર ચલ કે કચ્છ ભુજમાં પણ દારૂની ઠેક માર્યાની કબુલાત આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application