મહિલાઓને પ્રથમ વખત ત્રણ રાજ્યોમાં તાપમાન વીમો આપ્યો

  • June 13, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં પહેલીવાર, લગભગ ૫૦ હજાર મહિલાઓને ભારે ગરમીને કારણે તાપમાન વીમો ચૂકવવામાં આવ્યો છે. આ તમામ મહિલાઓ સ્વરોજગાર સાથે સંકળાયેલી છે. તાપમાન વીમા યોજના હેઠળ, અતિશય ગરમીના કિસ્સામાં, તે મહિલાઓને ચૂકવણી કરવામાં આવે છે જેમનું કામ ગરમીને કારણે અસરગ્રસ્ત થયું છે. જેના કારણે આવકમાં પણ ઘટાડો થાય છે.

દેશના ઘણા શહેરોમાં ૧૮ થી ૨૫ મે વચ્ચે તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી ગયું હતું. તેના બદલામાં રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર્રની મહિલાઓને ૪૦૦ પિયા ચૂકવવામાં આવ્યા હતા. તાપમાન વીમા યોજના આંતરરાષ્ટ્ર્રીય પરોપકારી સંસ્થા કલાઈમેટ રેઝિલિયન્સ ફોર ઓલ (સીઆરએ) દ્રારા ભારતમાં મહિલાઓ માટે કામ કરતી સંસ્થા સેલ્ફ–એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન (સેવા)ના સહયોગથી શ કરવામાં આવી છે.

સીઆરએના સીઇઓ કેથી બોગમેન મેકલિયોડે જણાવ્યું હતું કે, પ્રથમ વખત સીધી રોકડ ચૂકવણીને વીમા યોજના સાથે જોડવામાં આવી છે, જે મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે છે જેમની આવક ભારે ગરમીથી પ્રભાવિત થઈ રહી છે. ૪૦૦ પિયાની ચૂકવણી ઉપરાંત, લગભગ ૯૨ ટકા મહિલાઓને સ્કીમ હેઠળ ૧,૬૦૦ પિયા સુધીની વધારાની ચુકવણી પણ મળી છે, જે સ્થાનિક પરિસ્થિતિઓ અને ઉનાળાના સમયગાળા પર આધારિત છે.

તાપમાન વીમા યોજના હેઠળ કુલ ૩ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ યોજના સ્વિસ કંપની સ્વિસ રે અને ભારતની આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડના સહયોગથી ચલાવવામાં આવી રહી છે. પોલિસી નિષ્ણાતો વીમા યોજનાઓને મોસમી આફતોથી પ્રભાવિત નબળા વર્ગેા માટે નાણાકીય સહાયનું આવશ્યક માધ્યમ માને છે. આવી યોજનાઓ ઘણા દેશોમાં શ કરવામાં આવી છે.

યુનાઇટેડ નેશન્સ સંસ્થા યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) એ ઇન્શ્યોરન્સ એન્ડ રિસ્ક ફાઇનાન્સ ફેસિલિટી નામની સંસ્થાની સ્થાપના કરી છે. તે ૩૩ દેશોમાં મુખ્ય વીમા ક્ષેત્રની કંપનીઓ અને સરકારો સાથે નજીકથી કામ કરે છે. સંસ્થાનો ઉદ્દેશ્ય આબોહવા પરિવર્તનના કારણે આપત્તિના સમયે મજબૂત નાણાકીય આધાર પૂરો પાડવાનો છે, જે નબળા વર્ગેાને મદદ કરી શક



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application