BREAKING NEWS

રાજકોટમાં સ્વાદના શોખીનો આ 11 જગ્યાએ જતા પહેલા ચેતજો, તમને પધરાવાય છે વાસી ખોરાક, જુઓ લિસ્ટ

  • July 07, 2026 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૧૧ પેઢી, ફાસ્ટ ફૂડ પાર્લર, રેસ્ટોરન્ટની તપાસ કરી કુલ ૧૨૨ કિલો અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી એક પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ કૂલ રૂ.૧૩ હજારનો હાજર દંડ વસુલાયો હતો.

પીઝા કન્ટ્રી કિચન યુનિવર્સિટી રોડ ખાતેથી ૧૪ કિલો એક્સપાયર પીઝા બેઝ, પડતર-વાસી -તૈયાર ગ્રેવી, પાસ્તા, નુડલ્સ નો નાશ નાશ કરી રૂ.પાંચ હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરી ડેરિસ્ટા ચીઝનો નમૂનો લેવામાં આવેલ તેમજ નોટિસ આપવામાં આવી હતી.

અમુલ પાર્લર-જાગનાથ ચોક પાસે, ન્યુ કોલેજવાડી મેઇન રોડ ખાતેથી ૪૫ કિલોગ્રામ એક્સપાયર આઇસ્ક્રીમ, ચોકલેટ, પનીર, ફ્રોઝન સમોસાંનો નાશ નાશ કરી રૂ.ત્રણ હજારનો દંડ વસુલાયો હતો.

માણેક ચોક સેન્ડવીચ એન્ડ પીઝા-રેસકોર્સ રીંગ રોડ ખાતે ૨૩ કિલો એક્સપાયર પીઝા બેઇઝ, ડેટ વગરનો શીતલ આઇસ્ક્રીમનો નાશ કરી રૂ.એક હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

કટક બટક ફાસ્ટ ફૂડ, નાણાંવટી ચોક, રાજકોટ મુકામેથી ચાર કિલો એક્સપાયર ફ્રોઝન સમોસાં, પિઝા બેઝનો નાશ નાશ કરી રૂ.ત્રણ હજારનો દંડ વસૂલ કર્યો હતો.

જૈન ફૂડ સ્થળ -નિજાનંદ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની નીચે, ઢેબર રોડ, રાજકોટ મુકામેથી ૧૨ કિલો વાસી મીઠાઈ, સડેલા કેળા નો નાશ નાશ કરી રૂ.એક હજારનો દંડ વસુલી તીખા ગાઠીયા (લુઝ) નમૂનો લેવાયો હતો.

દેવ ફાસ્ટ ફૂડ, નિર્મલા રોડથી ૧૪ કિલો વાસી/પડતર ચીઝ, ગ્રેવી, સલાડનો નાશ નાશ કરી રૂ.એક હજારનો દંડ વસૂલ કર્યો હતો તેમજ બટર લુઝ અને પનીર લુઝના નમૂના લેવાયા હતા.

જય દ્વારકાધીશ ગોલાવાલા -નિર્મલા રોડ, રાજકોટ મુકામેથી પાંચ કિલો ખરાબ પડતર મિલ્ક ક્રીમનો નાશ નાશ કરી રૂ.એક હજારનો દંડ વસૂલ કરાયો હતો તેમજ મિલ્ક ક્રીમ લુઝનું સેમ્પલ લેવાયું હતું.

ઈટ એન્ડ જોય ફૂડ કોટેચા ચોક -કાલાવડ રોડ ખાતેથી પાંચ કિલો એક્સપાયર બ્રેડ, બાફેલા બટેટાનો નાશ નાશ કરી રૂ.એક હજારનો દંડ વસૂલ કર્યો હતો.

ગૂજરાત ફૂડ્સ પેઢી સ્થળ -રૈયા ગામ, રાજ રાજેસ્વરી મંદિર સામે, રૈયા રોડ, રાજકોટ મુકામેથી તપાસ કરી પેઢીમાંથી પનીરના નમૂના લેવામાં આવ્યા હતા.

ડી.એન.એસ. આઇસ્ક્રીમ -કિશનપરા ચોક ખાતેથી ચોકલેટ કોકો શેઇકનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application