જામનગર સ્માર્ટ સીટી તરફ ધારાસભ્ય રિવાબા જાડેજાની રજુઆતના પગલે નવા બસ પોર્ટ માટે થશે કાર્યવાહી....

  • February 11, 2023 03:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@ જામનગર સ્માર્ટ સીટી તરફ ધારાસભ્ય રિવાબા જાડેજાની રજુઆતના પગલે નવા બસ પોર્ટ માટે થશે કાર્યવાહી....


જામનગર શહેર 78 ઉત્તર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાની રજૂઆતને 20 જ દિવસમા મળ્યો પ્રતિસાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા


જામનગર સ્માર્ટ સીટી તરફ ખરા અર્થમા આગળ ધપી રહ્યુ છે કેમકે ધારાસભ્ય રિવાબા જાડેજાની રજુઆતના પગલે જામનગરમાં નવા બસ પોર્ટમાટે  કાર્યવાહી હાથ ધરાનાર છે, આ અંગે રજુઆત કર્યાના 20 જ દિવસમા  પ્રતિસાદ મળતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ આભાર વ્યક્ત કર્યો છે.


જામનગર બસ ડેપોને વધુ સુવિધાસભર બનાવવાની તાતી જરૂર છે તે ધ્યાન ઉપર આવતા રિવાબા જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇને લેખીત મુદાસર રજુઆત કરી હતી. ત્યારે જામનગર શહેરના બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ બનાવવા આપવામાં આવેલી અરજીનો સ્વીકાર કરી, તે અંગેની કાર્યવાહી આગળ વધારવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો  ખુબ ખુબ આભાર વ્યક્ત કરાયાનુ ધારાસભ્ય રિવાબા જાડેજાની અખબારી યાદીમા જણાવાયુ છે.


ગુજરાતના મુખ્યમંત્રીએ રિવાબાએ કરેલી રજુઆતનો સાનુકુળ અને ત્વરીત પ્રતિસાદ આપતા પત્ર લખ્યો કે
જામનગર ખાતેના બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ બનાવવા બાબતનો આપનો પત્ર મળેલ છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સારુ અધિક મુખ્ય સચિવ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગને મોકલી આપવામા આવ્યો છે.


ઉલ્લેખનીય છે કે જામનગર શહેરને હજુ વધુ  સુવિધાસભર અને સ્માર્ટ સીટી તરફ લઇ જવા નાગરીક સુવિધાના અનેક વિકાસ કાર્યો સુખાકારીની યોજનાઓ વગેરે ચાલુ છે અને અનેકવિધ કાર્યો ના આયોજનો કરવામા આવી રહ્યા છે, ત્યારેજામનગર શહેરના બસ સ્ટેશનને આધુનિક બસ પોર્ટ બનાવવા આપવામાં આવેલી અરજીનો સ્વીકાર કરી, તે અંગેની કાર્યવાહી આગળ વધારવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વધુ એક વખત ૭૮ જામનગર ઉતરના ધારાસભ્ય શ્રીમતિ રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો છે.


જામનગર બસ પોર્ટના આધુનિકરણના પગલે જામનગર સહિત હાલારની જનતા અને મુસાફરોને એક ઉત્તમ સુવિધા મળશે અને જેના પગલે એસટી બસનો ઉપયોગ કરતા લોકો અને મુસાફરોની સંખ્યામાં પણ વધારો થશે, ત્યારે ધારાસભ્ય રિવાબા જાડેજાનની રજૂઆતને તાત્કાલિક સફળતા મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application