BREAKING NEWS

ઉપલેટાના પડવલા ગામે હત્યાના પ્રયાસમાં સગીર સહિત પાંચ આરોપીઓ ઝડપાયા

  • April 04, 2026 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ રેન્જના આઈજી નિર્લિ રાય, એસપી વિજયસિંહ ગુર્જરે વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે અંતર્ગત એલ.સી.બી.નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલી ખાનગી રાહે બાતમીના આધારે ભાયાવદરના પડવલા ગામે હત્યાના પ્રયાસના ફરાર આરોપીઓને એલ.સી.બી.એ પકડી પાડા હતા. બનાવ એવો હતો કે, છ વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી આરોપીએ ગત તા.૩૦૦૩ ના રોજ ફરિયાદી પોતાની મોટર સાઇકલ લઈને જતા હતા ત્યારે ચાર આરોપી થારમાં આવી મોટર સાઇકલને પાછળથી ઠોકર મારી થાર માથે ચડાવી હત્યાનો પ્રયાસ કર્યેા હતો.
આ બનાવમાં એલ.સી.બી.એ શખસ નોમાન ઉર્ફે ધારાગઢી અલીમામદ શેઠા(ઉં વ ૨૨)(રહે પડલવા ગામ,ઉપલેટા) આ આરોપી વિદ્ધ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાઈ ચૂકયો છે.શખસ શાહખ ઉર્ફે મસ્તાન બોદુભાઈ નોયડા(ઉં વર્ષ ૨૦)(રહે પડલવા ગામ,ઉપલેટા) આ આરોપી વિદ્ધ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાઈ ચૂકયો છે.શખસ અલ્તાફ ઉર્ફે અફલો ગુલમામદભાઈ જેડા(ઉં વર્ષ ૨૪)(રહે ઉપલેટા) આ આરોપી વિદ્ધ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ નવ ગુના નોંધાઈ ચૂકયા છે.શખસ આયન ઉર્ફે સર્વિસ મુસ્તકભાઈ ગણોદવાળા(ઉ વ ૧૯)(રહે ઉપલેટા) અન્ય એક સગીર આરોપીને પકડી પાડી રોકડ, થાર,ત્રણ મોબાઇલ સહિત કુલ .૧૨,૬૯,૮૪૦ નો મુદામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.આ કામગીરીમાં એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પી.આઈ.વી.વી.ઓડેદરા, પીએસઆઇ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ, એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ઈન્દ્રસિંહ જાડેજા, રવિદેવભાઈ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઈ બાકોત્રાં, ભાવેશભાઈ ચાવડા, જયવીરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, અનિલભાઈ બટકોદિયા, અમિતસિહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા, રમણીકભાઇ મણવર, ભગીરથસિંહ જાડેજા, મનીષભાઈ વ,પ્રહલાદસિહ રાઠોડ,છત્રપાલસિંહ જાડેજા, અર્જુનભાઈ ડવેરા, મનદીપસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, રસિકભાઈ જમોડ, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકી, ઈશિતભાઈ માણાવદરિયા, શકિતસિંહ જાડેજા, રણજીતભાઈ બોરડ, ભાવેશભાઈ મકવાણા, વિજયભાઈ સિહર, નિકુંજભાઈ સુતરીયા, શકિતસિંહ ઝાલા, એ.પી.સી. અબ્દુલરસીદ અબ્દુલરહેમાન સાથે રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News