મહાનગરપાલિકા દ્વારા સતત ચોથા દિવસે સવારથી જ ૫ જેસીબી કામે લગાડી શેડ ઉભા કરવા માટે બનાવાયેલા પીલરો તોડી પડયા હતા : ઓરડી તેમજ શેડ દૂર કરી બપોર સુધીમાં ૨ટ્રક અને ૩ટ્રક ભરી સામાન જપ્ત કરાયો, દબાણ હટાવ સેલની સાથો સાથ સોલિડ વેસ્ટ વિભાગનો કાફલો પણ જોડાયો, લાંબા સમયથી એકઠ્ઠો કરાયેલા કચરાના નીકળી માટેની કામગીરી શરૂ,
શહેરના કુંભારવાડા, મોતીતળાવમાં મહાપાલિકા તંત્ર દ્વારા સપ્તાહના પ્રારંભથી હાથ ધરવામાં આવેલા દબાણ હટાવ મહાઅભિયાન આજે સતત ચોથા પણ જારી રહેતા બાકી રહેલ ઓરડી અને દિવાલ તેમજ ઓટલાનું દબાણ દૂર કરાયું હતું. આ ઉપરાંત શેડ ઉભો કરવા માટે બનાવાયેલા પીલરો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અનેબપોર સુધીમાં ૨ટ્રક અને ૩ટ્રેક્ટર ભરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આજે દબાણ હટાવ સેલની ટીમો સાથે મ્યુ. ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો કાફલો પણ જોડાયો હતો. જેમાં સ્થાનિક વિસ્તારમાં લાંબા સમયથી એકત્ર થયેલા કચરાના નિકાલ માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવતા સ્થાનિક વિસ્તાર ચોખ્ખો ચણાક થઈ રહ્યો છે.
કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં મહાપાલિકા દ્વારા હાથ ધરાયેલા દબાણ અંગેના મહાઅભિયાનના આજે સતત ચોથા દિવસે પણ જારી રહેતા બાકી રહેલા ઓરડી, દિવાલ અને શેડ હટાવી દેવામાં આવ્યા હતા. આજે સવારથી જ મ્યુ. તંત્રની ૫જેસીબી કાર્યરત કરવામાં આવી હતી. અને શેડ ઉભો કરવા માટે બનાવાયેલા પીલરો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં બપોર સુધીમાં ૨ટ્રક અને ૩ટ્રેક્ટર ભરી સામાન જપ્ત કરાયો હતો.
આજે દબાણ હટાવ સેલની ટીમોની સાથે મ્યુ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો કાફલો પણ જોતરાયો હતો. અને સ્થાનિક વિસ્તારમાં લાંબા સમયથી એકત્ર થયેલા કચરાના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુષ્કર્મની ફરિયાદ કરવા આવેલી આર્મી ઓફિસરની મંગેતરને મારપિટ કરી પોલીસે આપી રેપની ધમકી
September 20, 2024 12:44 PMત્રિલોકપુરીમાં મોટી દુર્ઘટના ટળી, રસ્તાની વચ્ચોવચ કાર સમાઈ જાય એવડો મોટો ખાડો પડ્યો
September 20, 2024 12:44 PMબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMદ્વારકા નજીક પૂરઝડપે જતી કારની હડફેટે ભેંસનું મૃત્યુ
September 20, 2024 12:24 PMમૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?
September 20, 2024 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech