વેરાવળના ડારી ટોલનાકે મોરબી ભાજપ મહામંત્રી–ટોલકર્મીઓ વચ્ચે મારામારી
વેરાવળના ડારી ટોલનાકે મોરબી ભાજપ મહામંત્રી–ટોલકર્મીઓ વચ્ચે મારામારી
June 22, 2026 11:47 AM
સોમનાથ મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા મોરબી જિલ્લ ા ભાજપના મહામંત્રી તપન દવેની કારનો ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થતાં ટોલકર્મીઓએ ટોલ ભરવા જણાવતા બન્ને વચ્ચે મારામારી થઇ હોવાનું સામે આવતા પોલીસે બારની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ સોમનાથથી દર્શન કરે પરત ફરતા હતા ત્યારે વેરાવળ નજીક જુનાગઢ હાઇવે પર આવેલ ડારી ટોલ પ્લાઝા પર બપોરે અંદાજે ૩ વાગ્યાના સુમારે તપન દવેની કારનો ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોવાનું દર્શાવી ટોલ કર્મચારીઓએ વાહન પસાર થવા દીધું નહોતું. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. તપન દવેનો આરોપ છે કે ટોલ કર્મચારીઓએ તેમના પર પાઈપ વડે હત્પમલો કર્યેા હતો અને લૂંટ પણ ચલાવી હતી. ઘટનાને લઈને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ૧૨ ટોલ કર્મચારીઓની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે. ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા ત્યાંથી પસાર થતા હોય ત્યારે આ બબાલ જોતા જ કયાં પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. બીજી તરફ ડારી ટોલ પ્લાઝાના મેનેજર દેવેન્દ્રસિંહ પરિહારે દાવો કર્યેા છે કે બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. તેમણે આક્ષેપ કર્યેા કે તપન દવેએ ટોલ કર્મચારીઓ સાથે બબાલ કરી હતી. ટોલ કર્મચારીઓ તરફથી પણ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને પક્ષની રજૂઆતોના આધારે સમગ્ર ઘટનાની તપાસ શ કરી છે. હત્પમલો, લૂંટ અને મારામારી અંગેના આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ્ર થશે