BREAKING NEWS

મોરબીના વનાણિયામાં કૌટુંબિક કાકાએ ભત્રીજાને છરીના ઘા ઝીંકી હત્યા કરી

  • May 01, 2026 08:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મોરબીમાં કૌટુંબિક ભત્રીજા અને કાકા વચ્ચે ઝગડો થતા બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન યુવક ઉપર કાકાએ છરી વડે હુમલો કરતા છરીના ઊંડા ઘા લાગી જવાથી ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. આવી બનાવ હત્યામાં પલટાતા મોરબી પોલીસ દોડી ગઈ હતી અને હત્યા કરી નાશી છૂટેલા કૌટુંબિક કાકાને સકંજામાં લીધો બનાવની પ્રાપ્ત વિગત મુજબ - મોરબીના વનાણિયા ગામે રહેતી મહેશ ગોરધનભાઈ રાઠોડ (ઉ.વ.૨૬)નો યુવક રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ઘર પાસે બેઠો હતો ત્યારે કૌટુંબિક કાકા સુરેશ કાનજીભાઈ રાઠોડ નશાની હાલતમાં ગાળો બોલતો હોવાથી તેને ભત્રીજા મહેશે ગાળો બોલવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ઝપાઝપી કરવા લાગ્યા હતા દરમિયાનઃ સુરેશ ઘરમાં જઈ છરી લઇ આવી ભત્રીજા મહેશ ઉપર હુમલો કરતા છરીના ઘા
પેટ અને કમર સહિતના ભાગે લાગી જતા યુવક લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો. દેકારો થતા પરિવારજનો ઘેડી આવ્યા હતા અને મહેશને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ મોરબી તાલુકા પોલીસને થતા રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતકના પરિવારજનની ફરિયાદના આધારે કૌટુંબિક કાકા સુરેશ કાનજી રાઠોડ સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાવ ધરી સંકજામાં લીધી છે. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application