બંને શખસોએ એકબીજાના ઘરની દિવાલ ટપી પરિવારની મહિલાઓની પજવણી કરી: કોટડા સાંગાણી પંથકનો બનાવ, સામસામી ફરિયાદ
કોટડાસાંગાણી પંથકમાં કૌટુંબિક કાકા-ભત્રીજાએ મહિલાઓને બીભત્સ ઈશારા કરી પજવણી કરતા સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવ અંગે કોટડાસાંગાણીના વડીયા ગામે રહેતી ૩૦ વર્ષીય પરિણીતાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કૌટુંબિક કાકાજી સસરાનું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી છેલ્લા ચારેક મહીનાથી અરડોઇ ફાટક પાસે સ્માર્ટ કારખાનામા કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. સંતાનમા બે દીકરા છે. ગઈકાલે સવારથી તેણી અને તેના પતિ બન્ને કૌટુંબિક દાદીમા ગુજરી ગયેલ હોય જેથી તેની ઉતરક્રિયામાં ગયા હતા. તેણીના પતિ રસોડામા કામ કરતા હોય અને આશરે ૧૨ વાગ્યે તેણીના પતિએ બહાર બોલાવી વાત કરી કે, આરોપી કાકાએ મને ગાળો દીધેલ છે અને અહીંથી જતા રહેવાનુ કહી તાવીથો મારવાની ધમકી આપેલ છે. જેથી બંને ઘરે જતા રહેલ હતાં.
તેમજ આ કુટુંબી કાકા ચારેક દીવસ પહેલા સાંજના છએક વાગ્યે તેણી ઘરની બહાર ઉભી હતી અને પતિ સુરત ગયો હોય અને ઘરે એકલી હોય ત્યારે તે ઘર પાસે આવેલ અને કહેલ કે, તારે વીમલ ગુટખા ખાવી છે, જેથી તેણે ના પાડેલ તો આ કાકાએ તેણી પાસે ફોન નંબર માંગી રાત્રીના સમયે ફોન કરવાનુ કહેતા કાકાને કહેલ કે, મારી પાસે મોબાઇલ નથી તેમ વાત કરતા કાકા જતા રહેલ હતા. ત્યારબાદ ફરીયાદી અને કાકાનું ધર એકજ દીવાલે હોય જેથી અવાર નવાર તેણીના પતિ સુઇ ગયા બાદ ધરની દીવાલ ટપી આવીને ખરાબ ઇસારાઓ કર્યા હતા. ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, આરોપી કુટુંબીક કાકા અગાઉ ત્રણ મહીના પહેલા દારુ પી તેઓને જાહેરમાં બોલતા હોય જેથી પોલીસને બોલાવી ધરપકડ કરાવેલ જેનો ખાર રાખી તેણીની પજવણી કરી ધમકી આપી હતી.
જ્યારે સામાપક્ષે વડીયામાં જ રહેતાં ૪૦ વર્ષીય પરિણીતાએ નોંધાવેલ ફરીયાદમાં સામેવાળા ફરીયાદી મહિલાના પતિનું નામ આપી જણાવ્યું હતું કે, તેણી કારખાનામા કામ કરે છે અને તેના પતિ કડીયા કામ કરે છે. ગઈકાલે સવારના અગીયાર વાગ્યા આસપાસ તેણી ઘરે ચોકડીમાં નાહતી હતી ત્યારે બાજુમા ઘરની દીવાલની અડીને જેઠનો દિકરો દિવાલ ઉપરથી જોતો હતો. જેથી તેને ઠપકો આપતા તે ગાળો બોલવા લાગેલ અને ત્યારબાદ ત્યાથી જતો રહેલ હતો.
તેણીને કુટુંબમાં મરણ થયેલ હોય ત્યારે ત્યાં જમવા ગયેલ ત્યારે પતિને હું નાહવા બેસેલ અને આરોપી દિવાલ ઉપરથી જોતો હતો તેવી વાત કરેલ જેથી તેણીના પતિએ ઠપકો આપેલ કે, તારા કાકી થાય છે. જેથી આરોપીએ તેઓને પણ ગાળો બોલવા લાગેલ અને કહેલ કે, તમે મને ત્રીસ હજાર રૂપીયા આપો, જો રૂપીયા નહી આપો તો મારી પત્ની છેડતીનો કેસ કરશે.