મોવિયા મુકામે રહેતા ખુશીબેન ભરતભાઈ ચાંગેલાને તેમના જ ગામના પ્રતિકભાઈ મહેન્દ્રભાઈ દુદાણીએ સારી નોકરીમાં સેટ કરી દેવાની લાલચ આપી હતી. પ્રતિકે તેણીને ફોસલાવીને અંગત ડોકયુમેન્ટસ મેળવી લીધા હતા અને રાજકોટમાં નોકરી અપાવવાની અને સાથે રહેવાની લાલચ આપી મોવિયાથી કારમાં બેસાડી તેડી ગયો હતો.
જાન્યુઆરી ૨૦૨૩ ના અરસામાં સુરત મુકામે લવિધી કરવાની છે અને રાજકોટ વકીલ પાસે લના કાગળોમાં સહી કરવાની છે તેમ જણાવી પ્રતિકે ખુશીબેનની સહી જુદા–જુદા કોરા ફોર્મ અને કાગળોમાં મેળવી લીધી હતી. રાજકોટના એક સ્ટુડીયોમાં બંનેએ માત્ર હાર પહેરીને સાથે ફોટા પડાવ્યા હતા અને ત્યારબાદ પ્રતિક ખુશીને સુરત તેના મામાના ઘરે લઈ ગયો હતો. વાસ્તવમાં, પ્રતિકે તા.૧૯૦૧૨૦૨૩ ના રોજ જામકા મુકામે આવેલ નકલકં ધામ, ભુતેશ્વર મંદિરમાં લ થયા હોવાનું ખોટું લ નોંધણી પ્રમાણપત્ર ઊભું કરી લીધું હતું. આ ખોટા લ નોંધણી ફોર્મમાં સાક્ષીઓ અને પુરોહીત (દવે હસમુખ દયાશંકર) ની વિગતો પણ પાછળથી વાદીની જાણ બહાર બોલપેનથી ભરી ખોટી રીતે દર્શાવવામાં આવી હતી. પ્રતિકે ખુશીબેનને રાજકોટ ભાડાના મકાનમાં ગોંધી રાખી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યેા હતો અને જુલાઈ–૨૦૨૩ ના અરસામાં પિયા ૩,૦૦,૦૦૦– માં તેના મામાના દીકરા મયુર પાનસરાને વેચી દીધી હતી. આ સમગ્ર અમાનુષી અત્યાચાર અને લની છેતરપિંડીની જાણ થતાં ખુશીબેને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી અને ગોંડલ કોર્ટમાં હિન્દુ લ અધિનિયમ–૧૯૫૫ની કલમ–૧૨ હેઠળ લ વ્યર્થ ઠરાવવા દાવો દાખલ કર્યેા હતો.
આ દાવામાં ખુશીબેને સોગદં ઉપર જુબાની આપી હતી અને પ્રતિક દુદાણી તેમજ લનું રજીસ્ટ્રેશન કરાવનાર વકીલની ઉલટતપાસ કરવામાં આવી હતી. નામદાર કોર્ટ સમક્ષ સચોટ દલીલો કરવામાં આવી હતી કે આ લ માત્ર કાગળ ઉપર નોંધાયેલ છે, પવિત્ર અિની સાક્ષીએ કોઈ શાક્રોકત વિધિ થઈ નથી અને વાદી લ નોંધણીમાં દર્શાવેલ સ્થળે કયારેય ગયા નથી કાનૂની દલીલો કરવામાં આવી હતી કે કયા સંજોગોમાં લને વ્યર્થ ઠરાવી શકાય. આ દલીલો સાથે સહમત થઈને ગોંડલ ફેમેલી કોર્ટના જજ ડી.એસ.ઠાકરે તા.૨૫૦૬૨૦૨૬ના રોજ આ લને વ્યર્થ (રદબાતલ) ઠરાવતો ઐતિહાસિક અને સીમાચિન્હ પ હત્પકમ ફરમાવ્યો છે. નામદાર કોર્ટે આ હત્પકમની જાણ જામકા ગ્રામ પંચાયતને કરી નોંધણી રદ કરવાનો આદેશ પણ કર્યેા છે.
ખુશીબેન ચાંગેલા વતી ભંડેરી એડવોકેટસ ગોંડલના વકીલ નિરંજય એસ. ભંડેરી, રવિરાજ પી. ઠકરાર, શિવલાલ પી. ભંડેરી તથા પ્રા એન. ભંડેરી તેમજ ઈન્ટર્ન લો સ્ટુડન્ટ સહાયક તરીકે ઉદીત આંબલીયા તથા આયુષ હમર રોકાયેલ હતા અને ન્યાયની આ લડતમાં જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application