BREAKING NEWS

રાજકોટ ડિવિઝને રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં માલ પરિવહનથી ૧૧.૨૨ કરોડની કમાણી

  • June 26, 2026 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ડિવિઝને રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં માલ પરિવહનથી ૧૧.૨૨ કરોડની કમાણી

પેટ્રોલિયમ, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું, ક્ધટેનર અને સિમેન્ટ લોડિંગે ભજવી મહત્વની ભૂમિકા

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલ પરિવહન ક્ષેત્રે નવો ઇતિહાસ રચતા ૨૩ જૂન, ૨૦૨૬ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ માલ લોડિંગની આવક મેળવવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ડિવિઝને આ દિવસે ૨૦ રેકનું લોડિંગ કરીને ૧૧.૨૨ કરોડની આવક મેળવી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ દૈનિક માલ પરિવહન આવક છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પૂર્વે ૨૭ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રાજકોટ ડિવિઝને ૧૪ રેકના લોડિંગ દ્વારા ૧૦.૯૦ કરોડની આવક મેળવીને તે સમયનો સવોચ્ચ દૈનિક માલ પરિવહન રેકોર્ડ બનાવ્યો હતો. ૨૩ જૂન, ૨૦૨૬ના રોજ ૨૦ રેકના લોડિંગ સાથે ૧૧.૨૨ કરોડની આવક મેળવીને ડિવિઝને આ રેકોર્ડને પાછળ છોડી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

આ રેકોર્ડબ્રેક સિદ્ધિમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, એલપીજી, ફર્ટિલાઇઝર, મીઠું, ક્ધટેનર તેમજ સિમેન્ટના લોડિંગનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ૨૩ જૂને કુલ ૨૦ રેકના લોડિંગમાં ૮ રેક પેટ્રોલિયમ ઉત્પાદન, ૩ રેક એલપીજી, ૩ રેક ફર્ટિલાઇઝર, ૩ રેક મીઠું, ૨ રેક ક્ધટેનર અને ૧ રેક સિમેન્ટનું લોડિંગ કરવામાં આવ્યું હતું. આ લોડિંગ રિલાયન્સ રેલ ટર્મિનલ, નાયરા એનર્જી લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ટાટા કેમિકલ્સ લિમિટેડ, વિન્ડમિલ, લવણપુર, મોરબી અને શ્રી દિગ્વિજય સિમેન્ટ સાઇડિંગ જેવા અગ્રણી ઔદ્યોગિક એકમો અને સાઇડિંગ્સ પરથી કરવામાં આવ્યું હતું.

રાજકોટ ડિવિઝન પશ્ચિમ રેલવેના અગ્રણી માલ પરિવહન ડિવિઝનોમાંનું એક છે. આ વિસ્તારના અગ્રણી ઔદ્યોગિક એકમો, પેટ્રોલિયમ યુનિટો, એલપીજી ટર્મિનલ્સ, ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સ અને મીઠાના ઉદ્યોગોમાંથી મળતા માલસામાનના પરિવહનને કારણે ડિવિઝનનો માલ પરિવહન વ્યવસાય સતત પ્રગતિ કરી રહ્યો છે. ડિવિઝન દ્વારા માલસામાનના ગ્રાહકોને ઝડપી, ઉત્કૃષ્ટ અને વિશ્વસનીય સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના હકારાત્મક પરિણામો સતત સામે આવી રહ્યા છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રાજકોટ ડિવિઝને માલ પરિવહનમાંથી ૨૨૩૮.૩૪ કરોડની આવક મેળવી હતી. એક જ દિવસમાં ૧૧.૨૨ કરોડની રેકોર્ડ આવક મેળવીને ડિવિઝને પોતાની ઓપરેશનલ કાર્યક્ષમતા, વ્યાવસાયિક ક્ષમતા અને ગ્રાહક-કેન્દ્રી કાર્યપ્રણાલીનું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું છે.

આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની મહત્વની ભૂમિકા રહી છે. દ્વારા માલસામાનના ગ્રાહકો સાથે સતત સંપર્ક, તેમની જરૂરિયાતો મુજબ ઝડપી ઉકેલ, નવા ટ્રાફિકની ઓળખ અને માલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા નિરંતર પ્રયાસોના પરિણામે આ રેકોર્ડ લોડિંગ શક્ય બન્યું છે. આ સાથે જ કોમર્શિયલ, ઓપરેટિંગ, મિકેનિકલ, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ અને અન્ય વિભાગોના અધિકારીઓ તેમજ રેલવે કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા સંકલિત પ્રયાસો, રેકની સમયસર ઉપલબ્ધતા અને કાર્યક્ષમ ઓપરેશનલ મેનેજમેન્ટે આ સિદ્ધિને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ સંબંધિત અધિકારીઓ અને રેલવે કર્મચારીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આ સફળતા વિવિધ વિભાગોના સંકલિત પ્રયાસો, બહેતર આયોજન, ગ્રાહકો સાથે સતત સંવાદ અને કર્મચારીઓની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજકોટ ડિવિઝન ભવિષ્યમાં પણ માલ પરિવહન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરીને પશ્ચિમ રેલવેની આવક વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપતું રહેશે.

રાજકોટ ડિવિઝનની આ સિદ્ધિ ન માત્ર તેની વધતી માલ પરિવહન ક્ષમતાને દર્શાવે છે, પરંતુ રાજકોટ ડિવિઝનના આર્થિક સદ્દરતા અને દેશની લોજિસ્ટિક્સ જરૂરિયાતોને પૂરી કરવાની દિશામાં તેની મહત્વની ભૂમિકાને પણ રેખાંકિત કરે છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application