ગુજરાતમાં રોજ બરોજ આપઘાતના કિસ્સામાં વધારો થતો જાય છે. ત્યારે કાળજુ કંપાવતી એક વધુ એક પરિવારના સામુહિક આપઘાતથી ઉમરગામના સોળસુંબા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પતિ-પત્નીએ તેના બે વર્ષના બાળક સાથે સામુહિક આપઘાત કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ઉંમરગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.પોલીસના પ્રાથમિક અનુમાનમાં પહેલા પતિએ પત્ની અને તેના બાળકને ઝેરી દવા પીવડાવી હંમેશને માટે સુવડાવી દીધા હતા. બાદમાં પતિએ પણ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.
આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
પ્રાપ્ત વિગત મુજબ, પરિવાર ભાડાના ફ્લેટમાં રહેતો હતો. આ ઘટના બાદ પાડોશીઓએ લાંબા સમય સુધી મકાનનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી દરવાજો તોડીને ચેક કરતા પતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે પત્ની અને બે વર્ષનું બાળક બેડ પર સૂતેલી હાલમાં મળી આવ્યાં હતા. પાડોશીઓએ તુરંત પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ડિવાયએસપી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરિવારે ક્યાં કારણોસર અને કંઇ રીતે આત્મહત્યા કરી એ કારણ હજી જાણી શકાયું નથી.
મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટ આવ્યાં બાદ સામે આવ
ઉમરગામ પોલીસે ત્રણેયના મૃતદેહનો કબજો મેળવી, સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. પત્ની અને બાળકને ઝેરી પ્રવાહી પિવડાવી અને પતિએ ફાંસો ખાંધો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. જોકે, મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટ આવ્યાં બાદ સામે આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબુલેટ ટ્રેનની મુસાફરી માટે 4 વર્ષ રાહ જોવી પડશે, જાણો અત્યારસુધીમાં કેટલું કામ પૂર્ણ થયું
March 31, 2025 10:13 AMવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech