ગાંધી આશ્રમ વિકાસ પ્રોજેક્ટમાં મોટો ફેરફાર: નિવૃત્ત IAS ડૉ.આઈ.પી.ગૌતમ બન્યા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન

  • April 30, 2025 09:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ ફેરબદલ કરવામાં આવ્યો છે. નિવૃત્ત IAS અધિકારી ડૉ. આઈ.પી.ગૌતમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ રાજ્યના પૂર્વ પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી કે. કૈલાશનાથનનું સ્થાન લેશે. 




આ નિમણૂક પ્રોજેક્ટના અમલીકરણ અને વિકાસને નવી દિશા આપી શકે છે. શહેરી વિકાસમાં તેમનો બહોળો અનુભવ રહ્યો છે. તેમની આ નિમણૂકથી ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને વધુ વેગ મળવાની આશા છે.


સાબરમતી આશ્રમથી ગાંધીજીએ કરેલી મહત્ત્વની ચળવળો
તમને જણાવી દઈએ કે, સાબરમતી આશ્રમથી 12 માર્ચ, 1930 ના રોજ ગાંધીજીએ અહીંથી દાંડી કૂચ શરૂ કરેલી. આ ઉપરાંત, તેમણે ચંપારણ સત્યાગ્રહ (1917), અમદાવાદ મિલોની હડતાલ અને ખેડા સત્યાગ્રહ (1918) તથા ખાદી ચળવળ (1918) અને રોલેટ એક્ટ અને ખિલાફત ચળવળો પણ આ આશ્રમમાં રહી શરૂ કરી હતી.


ગાંધી આશ્રમની મુલાકાતે આવેલા પ્રખ્યાત મુલાકાતીઓ
આશ્રમે 1963 થી મુલાકાતીઓનું પુસ્તક જાળવી રહ્યું છે. અત્યારસુધી પ્રખ્યાત મુલાકાતીઓમાં રાણી એલિઝાબેથ (1961), દલાઈ લામા (1984-85), ભૂતપૂર્વ આઇરિશ રાષ્ટ્રપતિ મેરી રોબિન્સન (1993), દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલા (1995), અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટન (2001) આશ્રમની મુલાકાતે આવી ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application