રાજકોટ મહાપાલિકામાં જૂનિયર કલાર્કથી લઈ અન્ય ૯ પોસ્ટ માટે ૨૧૯ કર્મીઓની ભરતી માટેની પ્રક્રિયા હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયે જુલાઈ માસમાં હાથ ધરાશે. માત્ર ૨૧૯ જગ્યા માટે ૬૪ હજારથરી વધુ ઉમેદવારોની અરજીઓ મળી છે. મનપા દ્રારા પણ પરીક્ષાની પ્રક્રિયા અિ પરિક્ષા જેવી બની રહેશે માત્ર જુનિયર કલાર્કની ૧૨૮ જગ્યા માટે જ ૬૦ હજારથી વધુ દાવેદારે છે. માત્ર ૨૧૯ જગ્યા ઉપર ૬૪૦૦૦ ઉમેદવારોથી સરેરાસ એક જગ્યા માટે ૨૯૨ની દાવેદારી ગણી શકાય. અરજીઓ પરથી બેરોજગારી કેટલી હદે હશે તે પણ દેખાયું છે.
મ્યુનિસિપલ કોર્પેારેશનમાં જુદી જુદી કેડરની ખાલી પડેલ ૩૩ જગ્યા ખાતાકીય ભરતીથી ભરવા માટે અરજી મગાવવામાં આવી હતી. ત્યારે વિવિધ ૯ કેડરની ૧૧૬ બીનઅનામત સહિત કુલ ૨૧૯ ખાલી જગ્યાઓ સામે ૬૪ હજારથી વધુ અરજી આવી છે.કમિશનરે મંજૂર કરેલ ભરતી પ્રક્રિયા અંગે પરિપત્ર બહાર પાડયો હતો. જેમાં સીસ્ટમ એનાલિસ્ટ–૨, ગાર્ડન સુપરવાઈઝર–૨, વેટરનરી ઓફિસર–૧, ગાર્ડન આસિસ્ટન્ટ–૧૨, ટેકનિકલ આસિસ્ટન્ટ (લાઈબ્રેરી)–૨, આસિસ્ટન્ટ લાઈબ્રેરિયન–૪, જૂનિયર સ્વિમિંગ ઈન્સ્ટ્રકચર (ફીમેલ)–૪, ફાયર ઓપરેશન (પુરૂષ)–૬૪, જૂનિયર કલાર્ક–૧૨૮ની ૯ સહિત કુલ ૨૧૯ જગ્યાઓ ભરવા માટે ગત તા.૫ જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી હતી.
જાણે મનપાની ભરતી બેરોજગારી દેખાઈ રહ્યો છે. માત્ર ૨૧૯ જગ્યાઓ માટે અંતિમ તારીખ પાંચ સુધીમાં ૫૮ હજારથી વધુ અરજીઓ મનપામાં ઓનલાઈન આવી છે. જેમાં જુ.કલાર્ક માટે સૌથી વધુ ૫૪૩૨૧ ઉમેદવારોએ અરજી કરી હતી.સાથે જ ગાર્ડન આસી. અને સુપરવાઈઝર, આસી. અને ટેકનિકલ આસી. લાઈબ્રેરિયન, વેટરનરી ઓફિસ, જુ.ફિમેલ સ્વિમિંગ ઈન્સ્ટ્રકટર, ફાયર ઓપરેટર સહિતની કાયમી જગ્યાઓ માટે ઉમેદવારોનો રાફડો ફાટયો છે.
મનપા દ્રારા લાંબા સમય માટે અરજીની મુદત આપતા કુલ ૫૮ હજારથી વધુ અરજીઓ આવી છે. છતાં પણ તત્રં દ્રારા ૨૧૯ જગ્યાઓ માટે અરજી કરવાની મુદતમાં પાંચ દિવસ વધારો કરાતા આર્ય સાથે પ્રશ્નો સર્જાયા છે. તા.૧૫–૧ સુધી મુદત વધારવામાં આવી હતી.લંબાવાયેલ મુદત દરમિયાન જુ.કલાર્કની ૧૨૮ જગ્યાઓ માટે ૬૦૫૨૧ ઉમેદવારોએ અરજી કરી હતી. આ ઉપરાંત ફાયર ઓપરેટર (પુરૂષ) માટે ૨૧૦૮, જુ.સ્વિમિંગ ફિમેલ ઈન્સ્ટ્રકટર માટે ૨૮, આસી. લાઈબ્રેરિયન માટે ૩૦૬, ટેકનિકલ, આસી. માટે ૧૬૩૦, વેટરનરી ઓફિસર માટે ૬૬, ગાર્ડન સુપરવાઈઝર માટે ૮૬૨ તથા સીસ્ટમ એનાલિસ્ટ માટે ૧૫૬ લોકોએ ઓનલાઈન અરજીઓ આવી હતી.મનપાની ભરતીમાં બેરોજગારી તાદ્રશ્ય થઈ હોય તેમ ૨૧૯ જગ્યા માટે અધધ.... કહી શકાય તેટલી ૬૪૦૦૦થી વધુ ઉમેદસારોની તા.૧૫ જાન્યુઆરી સુધીમાં અરજી આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા એપીએમસીમાં મગફળી પ્રોસેસીંગ યુનિટ-ઓઇલ મિલ કાર્યરત
January 24, 2025 11:15 AMઠંડીમાં સામાન્ય વધઘટ: નલિયા સિવાય બધે જ ડબલ ફિગરમાં
January 24, 2025 11:14 AMપાલિકા અને પંચાયતોમાં ભાજપ નો–રિપિટ થિયરીના મુડમાં: આગામી સપ્તાહે નામો જાહેર
January 24, 2025 11:13 AMરાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 20 રાજ્યોના 570 સ્પર્ધકો ભાગ લેશે
January 24, 2025 11:12 AMસૌરાષ્ટ્ર્ર યુનિ.માં બે માસના વિલબં પછી એકસટર્નલ કોર્સને લીલી ઝંડી
January 24, 2025 11:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech