ગઈકાલે લઘુતમ તાપમાનમાં સામાન્યથી બે ડિગ્રીનો ઘટાડો થયા પછી આજે અત્યંત મામુલી વધઘટ તાપમાનમાં જોવા મળી છે. અમદાવાદ ડીસા ગાંધીનગર વડોદરા અમરેલી ઓખા અને વેરાવળમાં લઘુતમ તાપમાનનો પારો ઊંચે ચડ્યો છે અને તેના કારણે ઠંડી ઘટી છે. જ્યારે રાજકોટ પોરબંદર દ્વારકા નલિયા ભુજ અને સુરતમાં લઘુતમ તાપમાન સામાન્યથી એકાદ ડિગ્રી જેટલું નીચે ઉતર્યું હોવાથી ઠંડી થોડી વધી છે.
લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ વચ્ચે પવનની ગતિ વધી ગઈ છે અને સરેરાશ 12 થી 15 કીલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે. ભારે પવનને કારણે આજે સતત બીજા દિવસે ગિરનાર રોપવે બંધ રાખવામાં આવ્યો છે.
ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન 12.3 અને જુનાગઢ શહેરમાં 17.3 ડીગ્રી નોંધાયું છે.
નલિયામાં ગઈકાલે 9.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા પછી આજે તેમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થયો છે અને આજનું લઘુતમ તાપમાન 7.2 ડિગ્રી નોંધાયું છે. નલિયા સિવાય સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાન ડબલ ફિગરમાં નોંધાયું છે.
આજે ભુજમાં એક ડિગ્રીના ઘટાડા સાથે 12.6 રાજકોટમાં સામાન્ય ઘટાડા સાથે 11.2 પોરબંદરમાં 14.3 ભાવનગરમાં 15.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે અમરેલીમાં એક ડિગ્રીના વધારા સાથે આજે 15.2 ઓખામાં સામાન્ય વધારા સાથે 19.8 અને વેરાવળમાં પણ સામાન્ય વધારા સાથે 16.8 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
અમદાવાદમાં આજનું લઘુતમ તાપમાન 15.7 ડીસામાં 14.1 ગાંધીનગરમાં 13.5 વડોદરામાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech