યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને લોંગ ડિસ્ટન્સ એયુકેશન પદ્ધતિ બધં કરાવી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિતની ૧૧ સરકારી યુનિવર્સિટીઓમાં નવા સ્ટેચ્યુટ અને કોમન યુનિવર્સિટી એકટ લાગુ પડા પછી એકસટર્નલ અભ્યાસક્રમ બધં થશે તેવી વાતો લાંબા સમય સુધી ચાલુ રહી હતી. આખરે સરકાર પાસે માર્ગદર્શન મેળવીને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ એકસટર્નલ અભ્યાસક્રમ ચાલુ કરવાનો નિર્ણય સત્તાવાર રીતે જાહેર કર્યેા છે.
સામાન્ય રીતે એકસટર્નલ વિધાર્થીઓના ફોર્મ ઓકટોબર –નવેમ્બર માસમાં ભરાઈ જતા હોય છે. પરંતુ આ વખતે નિર્ણય લેવામાં બે મહિનાના વિલંબના કારણે મોડી મોડી પ્રક્રિયા શ થઈ છે. આજથી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શ થઈ છે અને તે તારીખ પાંચ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.
યુનિવર્સિટી સાથે સંકળાયેલા અને જાણીતા શિક્ષણશાક્રીઓ કહે છે કે નવા સ્ટેચ્યુટ કે એકટમાં કયાંય વિસવાદિતા ભરેલી પરિસ્થિતિ ન હોવા છતાં યુનિવર્સિટીએ નિર્ણય લેવામાં ઘણો વિલબં કર્યેા છે. ચાલુ શૈક્ષણિક સત્રથી પોર્ટલ પર એડમિશન, નવી શિક્ષણ નીતિ નવા એકટ અને નવા સ્ટેચ્યુટ જેવા અનેક ફેરફારો થયા છે અને તેની અમલવારીમાં વિલબં થતા સંખ્યાબધં વિધાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીઓમાં એડમિશન લઈ લીધા છે. આ પરિસ્થિતિના કારણે હવે ખાલી જગ્યાઓ ભરવા માટે એકસટર્નલ અભ્યાસક્રમોને પણ લીલી ઝંડી આપવા સિવાય કોઈ માર્ગ રહેતો ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં બી.એ બી.કોમ એમએ એમ કોમ માં રેગ્યુલર વિધાર્થીઓ કરતા એકસટર્નલ વિધાર્થીઓની સંખ્યા ઘણી વધારે હોય છે. કોલેજના સંચાલકો પણ રેગ્યુલર કરતા એકસટર્નલ વિધાર્થીઓના પ્રવેશમાં વધુ રસ લેતા હોય છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના આદેશ પછી કેન્દ્ર અને રાજય સરકારની કેટલીક સ્નાતક અનુસ્નાતક કક્ષાની ભરતીમાં એકસટર્નલ ડિગ્રીને માન્યતા આપવામાં આવતી ન હોવા છતાં માત્ર ડિગ્રી મેળવવા માટે નોકરી કરતા લોકો અને ગૃહિણીઓ તેમાં પ્રવેશ મેળવે છે.
આજથી ઓનલાઇન ફોર્મ ભરવાની શ થયેલી પ્રક્રિયામાં બીએ સેમેસ્ટર એક અને બીકોમ સેમેસ્ટર એકના વિધાર્થીઓને . ૪૮૫ પરીક્ષા ફી સાથે ભરવાના રહેશે. આ ઉપરાંત એમ.એ. એયુકેશન સેમેસ્ટર એક અને એમ કોમ સેમેસ્ટર એકમા પ્રવેશ મેળવવા માગતા વિધાર્થીઓએ . ૮૫૦ ની ફી ભરવાની રહેશે. બંને કેટેગરીના વિધાર્થીઓએ 'જીકાસ' રજિસ્ટ્રેશન ફી . ૩૦૦ પણ અલગથી ફોર્મ સાથે જ ભરવાની રહેશે. આમ પ્રવેશ મેળવનાર વિધાર્થીને પિયા ૭૮૫ થી માંડી પિયા ૧,૧૫૦ ભરવા પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાપર રેલવે ટ્રેક પાસે બાળકને આસી.લોકો પાયલોટએ ફેંકેલી પાણીની બોટલ છાતીમાં લાગતા મોત થયું હતું
April 24, 2025 11:16 AMડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે સન્માન સભા
April 24, 2025 11:13 AMઅસીમ મુનીર ઓસામા જેવો આતંકવાદી ભારતે પાકિસ્તાનનું ગળું ઘોંટી નાખવું જોઈએ
April 24, 2025 11:10 AMવેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ એકાએક બંધ: નોટીસ ઇસ્યુ
April 24, 2025 11:09 AMઆરોગ્ય તંત્ર દ્વારા લૂ (હિટ વેવ) લાગવાથી રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર
April 24, 2025 11:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech