ગરવા ગિરનારને આંબવા આગામી તા.2 ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પધર્મિાં 20રાજ્યોના 570 સ્પર્ધકો ભાગ લેશે.ગત વર્ષ કરતાં આ વર્ષે 11 રાજ્યોના 64 સ્પર્ધકોનો વધારો થયો છે.
યુવાઓના જોમ અને જુસ્સાને દશર્વિતી રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને જિલ્લ ા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 17મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2 ફેબ્રુઆરીને રવિવારે યોજાશે.સ્પધર્મિાં સિનિયર ભાઈઓ 245, જુનિયર ભાઈઓ157મળી કુલ 402, સિનિયર બહેનો 87, જુનિયર 81 મળી 168 એમ ચારેય કેટેગરીના કુલ 570 સ્પર્ધકો કડકડતી ઠંડીમાં ગિરનાર સર કરવા દોટ મુકશે. ભાઈઓ માટે 5500 પગથીયા અંબાજી મંદિર અને બહેનો માટે 2200 પગથીયા માળી પરબ સુધી સ્પર્ધા યોજાશે.
સ્પર્ધામાં સૌથી વધુ ગુજરાતના 200, બિહારના 95, દીવ દમણના 87, હરિયાણાના 53, ઉત્તર પ્રદેશના 33, મધ્યપ્રદેશના 33, રાજસ્થાનના 23, કર્ણાટક ના 8, મહારાષ્ટ્રના 6 ઉત્તરાખંડના 6, તેલંગાણા અને મણીપુરના 5-પ, દિલ્હી અને જમ્મુ કાશ્મીરના 4-4, છત્તીસગઢના 3, આંધ્ર પ્રદેશના 2,પંજાબ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશના 1-1, મળી 570 સ્પર્ધકો ભાગ લેશે.સ્પર્ધકોના સ્પર્ધા પૂર્વે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને ત્યારબાદ ભાગ લેનાર સ્પર્ધકોને ચેષ્ટ નંબર ફાળવવામાં આવશે.
ગત વર્ષે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પધર્મિાં 9 રાજ્યોના 506 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે આ વર્ષે 11 રાજ્યો અને 64 સ્પર્ધકોમાં વધારો થયો છે.
જિલ્લા કલેકટર અનિલ રાણા વસ્યાના માર્ગદર્શન નીચે જિલ્લ ા રમત ગમત અધિકારી ગૌરાંગ નરે અને યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાના નિદર્શન નીચે સ્પધર્નિે લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાતના વિવિધ જિલ્લાના સ્પર્ધકોની યાદી
રાષ્ટ્રીય કક્ષાની સ્પધર્મિાં ગુજરાતના સ્પર્ધકોમાં ચારેય કેટેગરીના પ્રથમ 25 એટલે કે કુલ 100 સ્પર્ધકોની સીધી એન્ટ્રી મળી છે. આ ઉપરાંત અન્ય સ્પધર્ઓિમાં ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી ઓસમ, ચોટીલા, ઈડર, વલસાડ અને પાવાગઢ જિલ્લ ાઓમાં- જુનિયર ભાઈઓ બહેનો 20-20 મળી કુલ 100 સ્પર્ધકો નોંધાયા છે. કુલ મળી ગુજરાતના છ સ્થળોએ યોજાયેલી સ્પધર્નિા કુલ 200 સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની સ્પધર્મિાં ભાગ લેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech