રાજકોટ જામકંડોરણાના હરિયાસણ તથા આંચવડ ગામની સીમમાં રાત્રીના તસ્કરોએ ખેતીવાડી ફીડરની સ્વીચ પાસેથી ચાલુ વીજ લાઇને વીજતાર કાપી ચોરી કરી ગયા હતા. જે અંગે પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્રારા પિયા ૧.૫૭ લાખના અલ્યુમિનિયમ વાયર ચોરી કરી ગયા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામકંડોરણા પીજીવીસીએલ વિભાગમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવનાર કેવિનભાઈ મનસુખભાઈ કાલરીયા દ્રારા જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે ૯:૧૫ કલાકે કચેરીના ફોલ્ટ સેન્ટર પર ખેડૂત ગ્રાહક પ્રેમજીભાઈ અરજણભાઈ પાપરા (રહે હરિયાસણ તા. જામકંડોરણા)એ ફરિયાદ કરી હતી કે, તેમના ખેતરની નજીકથી નીકળતા ૧૧ કે.વી તથા હળવા દબાણના વિચારની ચોરી થઈ છે. જેથી ફોલ્ટ સેન્ટર પરના દિલીપભાઈ અકબરીએ ફરિયાદીને જાણ કરી હતી. બાદમાં ફરિયાદી તથા લાઇન સ્ટાફ સ્થળ તપાસ માટે ગયા હતા અને ત્યાં નાગબાઈ ધારથી હરિયાસણ તરફ જતા આ અંગે જાણ કરનાર પ્રેમજીભાઈ પાપરાની વાડી આવેલી હતી. પ્રેમજીભાઈની વાડી આંચવડ ગામ ખાતે ખેતી વિસ્તારમાં સર્વે નંબર ૧૭૬ પૈકી આવેલ ૧૧ કે.વી. આંચવડ ખેતીવાડી ફીડર દ્રારા વીજ પુરવઠો આપવામાં આવે છે જેમાં સ્થળ તપાસ કરતા હરિયાસણ તથા આંચવડ ગામની સીમમાં ઈડરની સ્વીચ પાસે જોતા સ્વીચથી આગળના વાયરો કોઈ અજાણ્યા શખસો કાપીને ચોરી કરી ગયા હોવાનું માલુમ પડું હતું અહીંથી એલ્યુમિનિયમના ૫૦ સ્કવેર એમ.એમ.ના તાર તથા એલ્યુમિનિયમના ૩૪ સ્કવેર એમ.એમના તાર મળી કુલ કિંમત . ૧,૫૭,૦૦૦ વીજ લાઈનમાંથી કાપી ચોરી કરી ગયા હોવાનું માલુમ પડું હતું.જે બાબતે ખેડૂત પ્રેમજીભાઈને પૂછતા તેમને જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના આશરે ૧૨ વાગ્યાના સમયે બનાવ બન્યો છે. આમ ૧૧ કે.વી.આંચવડ ખેતીવાડી ફીડરની ચાલુ લાઈનમાં પોતાની તથા બીજાની જિંદગી જોખમમાં મૂકી વીજ લાઈનની સ્વીચ કાપી વિજપોલ પરથી પિયા ૧.૫૭ લાખની કિંમતના એલ્યુમિનિયમ વાયરો ચોરી કરી ગયા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે જરી કાર્યવાહી કરી હતી