જામનગરથી ટુંક સમયમાં દોડશે ઇલેકટ્રીક ટ્રેનો

  • June 24, 2023 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પસાર થતી ૯ ટ્રેનોને ઇલેકટ્રીક એન્જીન સાથે દોડાવવા મંજુરી અપાઇ : રાજકોટ ડીવીઝનમાં ઇલેકટ્રીક લાઇનનું કામ પુર્ણ

જામનગર સહિત સૌરાષ્ટ્રના રેલયાત્રીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહયા હતા તે ઇલેકટ્રીફીકેશનનું રાજકોટ ડિવિઝનનું કામ પુર્ણ થઇ ગયું છે અને હવે ટુંક સમયમાં ઓખા સુધી ઇલેકટ્રીક ટ્રેન શરુ થઇ જશે.
જામનગરથી પસાર થતી ૯ જેટલી ઇલેકટ્રીક ટ્રેનોને મંજુરી આપી દેવામાં આવી છે, આ અંગે જનપ્રતિનિધીઓ પાસે ઉદઘાટનનો સમય અને કાર્યક્રમ તૈયાર કરવાનું પણ પશ્ર્ચિમ રેલ્વેના હેડકવાર્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રેલવે વિભાગ દ્વારા રાજકોટ ડિવિઝનમાં ઓખા સુધી ઇલેકટ્રીફિકેશનનું કાર્ય કરવામાં આવ્યુ હતું, છેલ્લા લાંબા સમયથી આ ઇલેકટ્રીફીકેશનનું કામ ચાલુ રહયું છે ઓખા સુધી રેલ્વે તંત્ર દ્વારા ઇલેકટ્રીક લાઇન બીછાવવામાં આવી છે. જેમાં જામનગરથી પસાર થતી અંદાજે ૯ જેટલી ટ્રેનોને ડિઝલ એન્જનમાંથી ઇલેકટ્રીક એન્જીનમાં દોડાવવા માટે મંજુરી મળી છે આ માટે હેડકવાર્ટર દ્વારા રાજકોટ ડીઆરએમને પત્ર લખી આ ૯ ટ્રેનો વહેલી તકે ઇલેકટ્રીક લાઇન પર દોડતી થાય તે માટે જનપ્રતિનધીઓ થકી ઉદધાટન કરવા માટે સમય મેળવવા તેમજ કાર્યક્રમ ઘડવાની સુચના પણ આપી હોવાનું જાણવા મળી રહયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application