રાજમાર્ગો ઉપર પાન ફાકી થૂંકતા વધુ આઠ વાહનચાલક મ્યુનિ.કેમેરામાં કેદ

  • February 15, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા તાજેતરમાં વધુ આઠ વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઇને થુંકતા ઝડપી લઇ તેઓને ઇ-ચલણ દ્વારા દંડ કરાયો હતો તેમજ એક સફાઇ કામદારને કચરો સળગાવવા બદલ રૂ.250નો દંડ કરવામાં આવ્યો હતો.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ ને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત વધુ આઠ વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઇને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવ્યો હતો. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1320 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 473 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, દરમ્યાન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 18 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. અને એક સફાઈ કામદારને કચરો સળગાવવા બદલ રૂ.250નો દંડ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં ફરિયાદનુ નિવારણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application