લોકોની સુરક્ષા અને ઇમરજન્સી વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો; કલેકટરનું સતત મોનીટરિં
રાજકોટ શહેરમાં સપ્ટેમ્બર મહિનામાં યોજાનારા પરંપરાગત જન્માષ્ટ્રમી લોકમેળાની તૈયારીઓ હવે પૂરજોશમાં ચાલી રહી છે. લોકમેળાના આયોજનને લઈને સમગ્ર આયોજનનો પ્લાન નક્કી થઈ રહ્યો છે ત્યારે સમયાંતરે વિવિધ પ્રકારના આયોજનો માટે કામગીરી ચાલી રહી છે. તેમજ આગામી ૧૦ દિવસમાં સ્ટોલધારકો માટે ફોર્મનું વિતરણ શ થઈ જાય તે માટે તત્રં દ્રારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
લોકમેળા કમિટીના અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી ત્રણથી ચાર દિવસમાં લોકમેળા માટેના અરજી ફોર્મ છપાઈ જશે. ત્યારબાદ અંદાજે ૨૦મી જુલાઈ આસપાસ સ્ટોલધારકો અને અરજદારો માટે ફોર્મનું વિતરણ શ કરવામાં આવે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. ફોર્મ વિતરણ બાદ સ્ટોલની ફાળવણી સહિતની પ્રક્રિયા પણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે. આ સાથે જ લોકમેળા માટે જરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવા લાઈટિંગ, મંડપ, બેરિકેડિંગ અને અન્ય આવશ્યક સેવાઓ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શ કરી દેવામાં આવી છે. વિવિધ એજન્સીઓ દ્રારા સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે તત્રં સતત દેખરેખ રાખી રહ્યું છે. જન્માષ્ટ્રમીના લોકમેળામાં દર વર્ષે લાખો લોકો ઉમટતા હોવાથી સુરક્ષા વ્યવસ્થાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી હાથ ધરી શકાય તે માટે બે ઇમરજન્સી કોરિડોર નક્કી
કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક કોરિડોર રેસકોર્સ પાસે આવેલા ફન વલ્ર્ડની બાજુમાંથી યારે બીજો એરપોર્ટ રોડની સામેની તરફથી તૈયાર કરવામાં આવશે. આ કોરિડોર દ્રારા પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય ઇમરજન્સી સેવાઓને ઝડપી પહોંચી શકે તે સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય છે. ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી વાહનોને અવરજવરમાં કોઈ અવરોધ ન આવે તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. જીઇબી દ્રારા વીજ કનેકશન, અવિરત વીજ પુરવઠો, પૂરતી લાઇટિંગ તેમજ અન્ય ટેકનિકલ સુવિધાઓ સુનિશ્ચિત કરવા સહિતનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર, પોલીસ, મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો વચ્ચે સંકલન સાધીને આ વર્ષે જન્માષ્ટ્રમી લોકમેળાનું આયોજન વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સુવિધાસભર બનાવવા માટે તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application