તેલંગાણામાં ૫.૩ની તીવ્રતાનો ભુકંપ મહારાષ્ટ્ર્ર–છત્તીસગઢમાં પણ ધરતી ધ્રૂજી

  • December 04, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તેલંગાણાના મુલુગુ જિલ્લામાં ૫.૩ની તીવ્રતાનો ભૂકપં આવ્યો હતો, જેના આંચકા હૈદરાબાદમાં પણ અનુભવાયા હતા.સાથે સાથે મહારાષ્ટ્ર્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે ૭:૨૭ વાગ્યે અચાનક જ ધરતી ધ્રુજવા લગતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે કયાયથી જાનમાલના નુકસાનની વિગતો મળી નથી.
આજે વહેલી સવારે તેલંગાણામાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તેલંગાણાના મુલુગુ જિલ્લામાં ૫.૩ની તીવ્રતાનો ભૂકપં આવ્યો હતો, જેના આંચકા હૈદરાબાદમાં પણ અનુભવાયા હતા. ભૂકપં સવારે ૭.૨૭ કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી ૪૦ કિલોમીટર ઐંડે હતું.
મહારાષ્ટ્ર્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આ આંચકા અનુભવાયા હતા. આ જોરદાર ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થયું હોવાની માહિતી હાલમાં સામે આવી નથી. સત્તાવાળાઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે, યારે નિષ્ણાતોએ સ્થાનિકોને ભૂકપં દરમિયાન સતર્ક રહેવા અને ગીચ અથવા અસુરક્ષિત ઇમારતોથી દૂર રહેવાની સલાહ આપી છે.
ભૂકપં એટલો જોરદાર હતો કે લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર ભાગવા લાગ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે જમીન થોડા સમય સુધી હલી રહી હતી, આંચકાને કારણે ખુરશીઓ પર બેઠેલા ઘણા લોકો નીચે પડી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર મુલુગુ જિલ્લાનો મેદારમ વિસ્તાર છે. ૪ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ મેદારમમાં લગભગ એક લાખ વૃક્ષો પડી ગયા અને હવે બરાબર ચાર મહિના પછી, તે જ વિસ્તારમાં ભૂકપં આવ્યો છે.અમુક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષેામાં પ્રથમ વખત, તેલંગાણાએ ૫.૩ની તીવ્રતાનો ભૂકંપનો અનુભવ કર્યેા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application