લાલપુરમાં ઇંગ્લીશ દારુની બોટલો સાથે બે શખ્સ ઝબ્બે

  • May 13, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોરધનપર સીમમાં દેશી દારુની ભઠ્ઠી પર એલસીબી ત્રાટકી

લાલપુર તાલુકાના રીંજપર ગામમાં ઇંગ્લીશ દારુ અંગે સ્થાનીક પોલીસે દરોડો પાડી બે શખ્સોને પકડી લીધા હતા, જયારે ગોરધનપર સીમમાં દેશી દારુની ભઠ્ઠી પર એલસીબી ત્રાટકી હતી.

લાલપુર તાલુકાના રીંજપર ગામમાં રહેતા દિગ્વીજયસિંહ અનોપસિંહ જાડેજા નામના શખ્સને ઇંગ્લીશ દારુની બે બોટલ મોટરસાયકલ નં. જીજે-૧૦-ડી કયુ-૭૫૭૭માં લઇને લાલપુરના શાક માર્કેટ પાસેથી નીકળતા પોલીસે પકડી પાડી કુલ ૨૧ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે રીંજપર ગામના અનિરુઘ્ધસિંહ નિરુભા જાડેજાને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.

બીજા દરોડામાં રીંજપર ગામમાં રહેતા અનિરુઘ્ધસિંહ નિરુભા જાડેજા નામના શખ્સને ઇંગ્લીશ દારુની બે બોટલ કિ. ૧૦૦૦ લઇને લાલપુરના બસ સ્ટેન્ડ પાસેથી નીકળતા સ્થાનીક પોલીસે પકડી લીધો હતો.

આ ઉપરાંત ગોરધનપર ગામની સીમમાં દેશી દારુની ભઠ્ઠી અંગેની બાતમી મળતા એલસીબીએ દરોડો પાડયો હતો, જેમાં ગોરધનપર સીમમાં રહેતા વિજય વાલજી મકવાણાને પકડી લીધો હતો. જયારે પબા આલા સીંધીયા નાશી છુટયો હતો દરોડા વખતે ૧૦ લીટર દારુ, ૬૦૦ લીટર આથો, ભઠ્ઠીના સાધનો કબ્જે કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application