રાજયભરમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસે ખાસ ડ્રાઇવ શ કરી છે. જેના અનુસંધાને રાજકોટ શહેરમાં પણ ગઈકાલ રાત્રીના પોલીસ દ્રારા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં શહેરના સોની બજાર, રામનાથપરા સહિતના વિસ્તાર તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને એસસોજીની ટીમ દ્રારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાત ભરેલી ચાલેલી પોલીસની આ ઝુંબેશ દરમિયાન ૩૧ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા જેની પોલીસે અટકાયત કરી છે. આ બાંગ્લાદેશી શખસોના પાસપોર્ટ, વિઝા સહિતના દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી છે. ૩૧ શંકાસ્પદો પૈકી પાંચ મહિલા અતિ શંકાસ્પદ હોવાનું માલુમ પડું છે. જે અંગે પોલીસ દ્રારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ આ બાંગ્લાદેશની નાગરિકો જો ગેરકાયદે વસવાટ કરતા હશે તો તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.શહેરમાં ગેરકાયદે વસવાટ કરનાર બાંગ્લાદેશી નાગરિકો સામે રાજકોટ શહેર પોલીસ દ્રારા ગઈકાલ રાત્રીના મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી.બી.બસીયા સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસની આ મેગા ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનો સ્ટાફ સાથે રહ્યો હતો.
પોલીસ દ્રારા શહેરના સોની બજાર, રામનાથપરા તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના વિસ્તાર હેઠળ તાલુકા, ભકિતનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખાસ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અહીં રહેતા બાંગ્લાદેશની નાગરિકો પાસે જરી દસ્તાવેજો જેમાં આધાર કાર્ડ, પાસપોર્ટ,વીઝા સહિતના ડોકયુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. ગેરકાયદે બાંગ્લાદેશીઓ પોલીસની ડ્રાઇવ દરમિયાન પ્રાથમિક તબક્કે ૩૧ જેટલા બાંગ્લાદેશની નાગરિકો અહીં જરી આધાર પુરાવા વગર રહેતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આ ૩૧ શંકાસ્પદ શખસોની અટકાયત કરી છે તેમાં પણ પાંચ મહિલાઓ અતિ શંકાસ્પદ હોવાનું માલુમ પડું છે.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જે શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે તેમના આધારકાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના ડોકયુમેન્ટોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જે તપાસ પૂર્ણ થયા બાદ તેઓ અહીં ગેરકાયદે રીતે રહેતા હતા કે કેમ? તે બાબત સ્પષ્ટ્ર થશે અને જો ગેરકાયદે રીતે રહેતા હશે તો તે અંગે રિપોર્ટ કરી આ બાંગ્લાદેશી નાગરિકોને તેમના દેશમાં ડીપોર્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application