BREAKING NEWS

ઉનાના શાહ ડેસર ગામની સીમમાંં ખેતરમાં સુકવેલો ગાંજો ઝડપાયો

  • July 14, 2026 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઊના અને ગીર ગઢડા તાલુકાઆ નશીલા કેફી પદાર્થેાનું એ. પી. સેન્ટર બની ગયું છે. થોડા દિવસો પહેલા જૂનાગઢ સી આઈ. ડી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ના અધિકારીઓ એ ઊનાના જોડિયા હનુમાન મંદિરના પરિસર સામે લાખો પિયાનો ગાંજો પકડી પાડો હતો. તેના થોડા દિવસોમાં ગીર સોમનાથ જિલ્લ ાની એસ. ઓ. જી. બ્રાન્ચના ઈન્ચાર્જ પી,આઈ. દિલીપ ભાઈ મુળુભાઇ કાગડા અને એ. એસ. આઇ. પ્રતાપ સિંહ માનસિંહ, સરમણભાઇ ભોપા ભાઈ, હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ બાલુભાઈ ઊના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે ઊના તાલુકાના શાહ ડેસર ગામની સીમમાં ગાંજાનું વાવેતર કરેલ હોય તેથી તુરતં શાહ ડેસર ગામે પહોંચી ગામની ઘોડી ધાર સીમમાં અરજણ ચીના ભાઈ બાંભણિયા ઉ. વ. ૫૯ પોતાના કબજા ભોગવટા ના ખેતર માં લીલા એક સરખા પર્ણ ધરાવતા મોર્ફેાલોજી ધરાવતા છોડ સૂકવવા મુકેલ હતો. જેની એફ એસ. એલ ટીમ દ્રાર તપાસ કરાવતા નસીલા ગાંજો હોવાનું જણાતા ગાંજો જેની કિંમત પિયા ૧૦૨૫૦ અને એક મોબાઈલ ફોન ૫૦૦મળી કુલ પિયા ૧૦૭૫૦ના મુદામાલ કબજે કરી સીલ મારી ઊના પોલીસ સ્ટેશન ખાતે લાવી એન. સી. પી. એસ. ના કાયદા મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. આ ખેડૂત ગાંજો સુકવી વેચવાની પેરવી કરે તે પહેલાં પોલીસે પકડી પાડો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News