ગાંધીધામના એક બિલ્ડર દ્રારા કેટલાક મકાનોમાં ડબલ દસ્તાવેજ કરીને બેંકમાંથી કરોડો પિયાની પડાવી લીધી છે એવી લોકોમાં બુમ ઊઠી રહી છે વરસામેડીના આ બિલ્ડરો એક જ નામથી બહત્પ બધી સોસાયટીઓ બનાવવામાં આવી છે લોકોના કહેવા મુજબ ૨૦૨૦ માં પ્રધાનમંત્રી આવાસ યોજનાની તહેત યારે સરકાર દ્રારા સબસીડી આપવામાં આવતી હતી યારે આ બિલ્ડરો દ્રારા એક જ મકાન પર બે બે વાર સબસીડી લેવામાં આવી છે એમાં ભચાઉની ગુજરાત ગ્રામીણ બેંકનો પણ સમાવેશ થાય છે. હાલમાં લોકોના કહેવા મુજબ પાંચ મકાનો મ આવી ગતિવિધિઓ થઈ છે યારે બેંક મકાન ને લોન આપવા માટે પ્રોપર્ટીની મોર્ગેજ કરતી હોય ત્યારે એ જ પ્રોપર્ટી પર બીજી બેંક લોન આપી શકે ? તેવો પ્રશ્ર્ન ઉઠયો છે. આની ઐંડી તપાસ થાય તો લોકોને ન્યાય મળે એવી લોકોમાં માગણી છે વરસામેડીના એક બિલ્ડર આ બધા કિસ્સાઓમાં લોકોના કહેવા મુજબ પહેલા ભચાઉ ગ્રામીણ બેંક અને પછી ગાંધીધામની બેંકમાંથી લોન લેવામાં આવી છે અને આ લોકોના વિરોધમાં અરજીઓ થતી હોય છે પણ આ અરજીઓ સામે સરકાર દ્રારા કોઈપણ એકશન લેવામાં આવતું કેમ નથી. નવેમ્બર ૨૦૨૦માં લોકોના કહેવા મુજબ ત્રણથી ચાર ફાઇલ પર બે દસ્તાવેજો બનાવીને અલગ અલગ બેંકોમાંથી લોન લેવાઇ હતી અને ૨૦૧૧થી લઈને ૨૦૧૫ સુધી આ બિલ્ડરોએ કેટલાક મકાન અને કેટલાક પ્લોટો ઉપર બેંકોમાં ફાઈલ મૂકીને લોન લીધી અને પછી એ જ પ્લોટો અને એ જ મકાનો ઉપર બીજીવાર ફાઈલ બનાવીને બેંકો માંથી લોન ઉપાડી હતી. આ બધા કિસ્સાઓને ૨૦૧૯ માં એક બિલ્ડર જેલની હવા ખાઈ ચુકયો છે તે છતાં પણ કોઈ ખોટું કામ કરવાથી ડરતા નથી