BREAKING NEWS

રાજકોટમાં મનપા સહિતના 4200 કર્મચારી દ્વારા આજથી ડોર ટુ ડોર વસ્તી ગણતરી, ગણતરીકાર આ 33 પ્રશ્નો પૂછશે

  • June 01, 2026 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા સહિતની વિવિધ કચેરીઓના ૪૨૦૦ જેટલા કર્મચારીઓ દ્વારા આજથી ડોર ટુ ડોર હાઉસ લિસ્ટીંગ અને વસતી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવી છે. મ્યુનિ.કર્મચારીઓ આ કામગીરી માટે ઘરે આવે ત્યારે સહકાર આપવા મહાપાલિકા તંત્ર દ્વારા અપીલ કરાઇ છે. વસ્તી ગણતરી માટે આવતા સ્ટાફ દ્વારા ઓટીપી, બેન્ક એકાઉન્ટ, મિલકતના દસ્તાવેજો જેવી કોઇ પર્સનલ માહિતી પુછાશે નહીં જેની નાગરિકોએ ખાસ નોંધ લેવાની રહેશે.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતની જનગણના-૨૦૨૭ની કામગીરી અંતર્ગત રાજકોટ શહેરની જનગણનાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે, આ કામગીરી માટે આવશ્યક સેવા હેઠળનાં કેન્દ્ર સરકારના રેલવે તેમજ પોસ્ટલ વિભાગ તેમજ રાજય સરકારની વિવિધ કચેરી તેમજ જિલ્લા પંચાયત-રાજકોટ, તાલુકા પંચાયત-રાજકોટ તેમજ મહાપાલિકાની આરોગ્ય શાખા, વોટર વર્કસ, ડ્રેનેજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતની આવશ્યક સેવા હેઠળનાં કર્મચારીની નિમણુંક ગણતરીદાર તેમજ સુપરવાઈઝર સહિતના કુલ ૪૨૦૦ જેટલા કર્મચારીને નિયુક્ત કરાયા છે. આ તમામ સ્ટાફની તાલીમ પ્રક્રિયા પૂર્ણ થતા હવે આજે તા.૧.૬.૨૦૨૬ થી તા.૩૦.૬.૨૦૨૬ સુધીમાં પ્રથમ તબક્કાની કામગીરી કરવાની રહેશે. આ તમામ વિભાગોની દૈનિક-રોજીંદી કામગીરીને અસર ન થાય તે રીતે મૂળ કામગીરી ઉપરાંતની વધારાની જનગણના-૨૦૨૭ની કામગીરી સુપ્રત કરાઇ છે. રાષ્ટ્રના વિકાસની નિતીના ઘડતર માટે પાયારૂપ ડેટા મેળવવાની રાષ્ટ્રીય કામગીરી- જન ગણના-૨૦૨૭ની કામગીરી માટે ગણતરીદાર જયારે આપના ઘરની મૂલાકાત કરે ત્યારે જરૂરી સહકાર આપવા જાહેર જનતાને રાજકોટ મહાપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.​​​​​​​


ઘરે આવનાર ગણતરીકાર આ ૩૩ પ્રશ્નો પૂછશે

૧.મકાન નંબર અથવા વસ્તી ગણતરી નંબર

૨.ઘર નંબર

૩.ઘરની મુખ્ય ફલોરિંગ (માળ) સામગ્રી (જેમ કે સિમેન્ટ, ગ્રેનાઈટ કે માર્બલ)

૪.ઘરની દિવાલની સામગ્રી

૫.ઘરની છતની સામગ્રી

૬.ઘરનો ઉપયોગ કયા હેતુથી થાય છે

૭.ઘરની વર્તમાન સ્થિતિ

૮.પરિવારના સભ્યોની કુલ સંખ્યા

૯.પરિવારના વડાનું નામ

૧૦.પરિવારના વડાનું લિગ

૧૧.જાતિ (સામાન્ય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અથવા ઓબીસી)

૧૨.ઘરની માલિકીની સ્થિતિ (પોતાનું છે કે ભેડાનું)

૧૩.ઘરમાં રહેલા રૂમની કુલ સંખ્યા

૧૪.પરિવારમાં પરિણીત યુગલોની સંખ્યા

૧૫.પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત

૧૬.પીવાના પાણીની ઉપલબ્ધતા (ઘરમાં જ છે કે બહાર)

૧૭.વીજળીનો મુખ્ય સ્ત્રોત

૧૮.શૌચાલયની ઉપલબ્ધતા

૧૯.શૌચાલયનો પ્રકાર

૨૦.ગટર અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા

૨૧.બાથરૂમની ઉપલબ્ધતા

૨૨.ઘરમાં ગેસ કનેક્શન છે કે નહીં?

૨૩.રસોઈ બનાવવા માટેનું મુખ્ય બળતણ

૨૪.રેડિયો અથવા ટ્રાન્ઝિસ્ટરની ઉપલબ્ધતા

૨૫.ટીવીની ઉપલબ્ધતા

૨૬.ઇન્ટરનેટ કનેક્શન (એક્સેસ) છે કે નહીં

૨૭.લેપટોપ અથવા કમ્પ્યુટર

૨૮.સામાન્ય ટેલિફોન

૨૯.મોબાઈલ અથવા સ્માર્ટફોન

૩૦.સાયકલ, સ્કૂટર અથવા મોટરસાઇકલ

૩૧.કાર, જીપ અથવા વાન

૩૨.ખોરાકમાં વપરાતું મુખ્ય અનાજ

૩૩.સંપર્ક માટે તમારો મોબાઇલ નંબર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News