BREAKING NEWS

સંતાનોને સગવડો નહીં, સાવધાનીનું શિક્ષણ આપો: અપૂર્વમુનિ

  • April 14, 2026 08:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત માનવ ઉત્કર્ષ મહોત્સવના ત્રીજા દિવસે રેસકોર્સ મેદાન ખાતે હજારોની ઉપસ્થિતિમાં સંસ્કાર, સંયમ અને ચારિત્ર્યનો પ્રભાવશાળી સંદેશ ગુંજ્યો હતો. આર્ય સંતાનો સાવધાન વિષય પર અપૂર્વમુનિ સ્વામીએ પોતાના પ્રવચન દ્વારા યુવાનોને જીવનમૂલ્યો તરફ જાગૃત કર્યા હતા. અપૂર્વમુનિ સ્વામીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રેસકોર્સ મેદાન માત્ર મનોરંજનનું સ્થળ નથી, 
પરંતુ છેલ્લા  કેટલાક દિવસોથી તે મનોપરિવર્તનનું શાશ્વત કેન્દ્ર બની ગયું છે. આજના સમયમાં યુવાનો માટે સૌથી મોટો પડકાર પોતાનું ચારિત્ર્ય જાળવવાનો છે. ભૌતિક સુખ સગવડો વચ્ચે સંસ્કાર અને સંયમ જાળવવા જરૂરી છે. માત્ર સગવડો આપવાથી સંતાનનો વિકાસ થતો નથી, પરંતુ સાવધાની અને સંસ્કારનું શિક્ષણ આપવું પણ એટલું જ આવશ્યક છે.આજના યુગમાં ટેક્ધોલોજી અને સુવિધાઓનો વધતો પ્રભાવ હોવા છતાં આધ્યાત્મિકતા અને આંતરિક વિકાસનું મહત્વ ઓછું થવું જોઈએ નહીં. એ કરતાં એસ એટલે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ વધુ મહત્વપૂર્ણ છે. મોબાઇલ અને શોર્ટકટની દોડમાં યુવાનો પોતાનું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છે, તેથી માતા-પિતાએ સંતાનોને યોગ્ય દિશા આપવી જરૂરી છે.વક્તવ્ય દરમિયાન સ્વામીએ અર્જુન, રાણી લક્ષ્મીબાઈ અને ચાણક્ય જેવા આદર્શ પાત્રોના ઉદાહરણો આપી યુવાનોને સંસ્કારયુક્ત જીવન જીવવાની પ્રેરણા આપી હતી.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ સત્સંગદીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનું મુખપાઠ કરનારા રાજકોટના આશરે ૪૦૦ બાલ-બાલિકાઓનું સન્માન રહ્યું હતું. બાળકો દ્વારા ગવાયેલા પવિત્ર શ્લોકોએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર બનાવી દીધું હતું. આ પ્રસંગે સ્વામીએ જણાવ્યું હતું કે કોણ કહે છે કળિયુગ ચાલે છે, અહીં તો સતયુગનો અનુભવ થઈ રહ્યો છે.અંતમાં અપૂર્વમુનિ સ્વામીએ આવતીકાલે યોજાનારા સત્ય સનાતન દેશ હૈ મેરા વિષયક કાર્યક્રમમાં સૌએ ઉપસ્થિત રહી જીવનને નવી દિશા આપવા માટે આમંત્રણ આપ્યું હતું.આ મહોત્સવનું વિશેષ આકર્ષણ છે- માનવ ઉત્કર્ષ પ્રદર્શન ખંડમાં શારીરીક જાગૃતિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. યોગાસન, સૂર્યનમસ્કાર અને વોકિંગ જેવી સરળ પરંતુ અસરકારક જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવામાં આવે છે.માનવ ઉત્કર્ષ મહોત્સવનો મુખ્ય હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ દરેક વ્યક્તિને પોતાના શરીર, મન અને આત્મા પ્રત્યે જાગૃત બનાવી, તંદુરસ્ત અને સુખી જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News