જામનગરમાં રાત્રે નવા વર્ષના ફટાકડા ફોડવા મામલે પાડોશીઓ વચ્ચે તકરાર

  • January 01, 2024 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંઇદર્શન સોસાયટીમાં બનેલો બનાવ : ધોકાથી હુમલો કર્યાની બે સામે ફરીયાદ

જામનગરમાં ઢીચડા રોડ પર આવેલ સાંઇદર્શન સોસાયટીમાં ગત રાત્રીના નવા વર્ષ નિમિતે ફલેટ નીચે પિતા-પુત્ર ફટાકડા ફોડતા હતા એ વખતે પાડોશી શખ્સ ત્યાં આવી ફટાકડા ફોડવાની ના પાડી ઝપાઝપી કરી ધોકાથી હુમલો કરીને બે ને ઇજા પહોચાડી હતી.
ઢીચાડ રોડ સાંઇદર્શન સોસાયટીમાં વિશાલ રેસીડેન્સી ફલેટ નં. ૫૦૪ ખાતે રહેતા અને સુથારી કામ કરતા મુકેશ રતીલાલભાઇ પાણખાણીયા (ઉ.વ.૪૬) તથા તેનો પુત્ર પાર્થ ગત રાત્રીના નવા વર્ષની ઉજવણી નિમીતે તેના ફલેટ નીચે ફટાકડા ફોડી રહયા હતા દરમ્યાન અહીં ફલેટમાં રહેતા ખીમાભાઇ અને અન્ય એક અજાણ્યો શખ્સ ત્યા આવીને ફટાકડા ફોડવાની ના પાડી અપશબ્દો બોલીને ઝપાઝપી કરી હતી.
તેમજ ધોકા વડે હુમલો કરી મુકેશભાઇને મુંઢ માર માર્યો હતો તથા પાડોશી કિરીટભાઇને માર મારી ઇજા પહોચાડી એકબીજાને મદદગારી કરી નાશી છુટયા હતા આ અંગે મુકેશભાઇએ મોડી રાત્રીના સીટી-સીમાં વિશાલ રેસીડેન્સી ખાતે રહેતા ખીમા વાઢીયા અને એક અજાણ્યા ઇસમની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application