BREAKING NEWS

ધોરાજી: મોટી વાવડી ગામ પાસે ૧૫ વર્ષની સગીરાને મધ્યપ્રદેશનો શખસ ભગાડી ગયો

  • April 20, 2026 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર અને હાલ ધોરાજીના મોટી વાવડી ગામે રહેતા યુવકની ૧૫ વર્ષની સગીરાને તેના જ ગામનો શખસ ભગાડી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જયારે જેતપુરના રેશમડી ગામે રહેતા આધેડની ૧૭ વર્ષની સગીરા ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રા માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર અને હાલ ધોરાજીના મોટી વાવડી ગામ ખેતી કામ કરનાર યુવાને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના જ ગામમાં રહેતો શખસ રેવન ભુરીયાનું નામ આપી જણાવ્યું હતું કે, ગત તા.૧૨૪ ના રોજ રાત્રિના દસ વાગ્યા આસપાસ તેની ૧૫ વર્ષની દીકરી કોઈ કામ માટે બહાર ગયા બાદ ઘરે પરત ન આવતા તપાસ કરી હતી પરંતુ તેનો કોઇ પતો લાગ્યો ન હતો. બાદમાં જાણવા મળ્યું હતું કે તેના જ ગામનો રેવન ભુરીયા ભગાડી ગયો છે. દીકરીને રેવન ભૂરીયા કયાં લઈ ગયો છે તે અંગે તપાસ કરતા તેના કોઇ સગડ ન મળતા આખરે ચિંતાતુર પિતાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં રેવન ભૂરીયા સામે પોતાની દીકરીને લાલચાવી કે ફસલાવીને પોતાની સાથે લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો છે.
જયારે જેતપુરના રેશ્મડી ગાલોલ ગામે રહેતા આધેડે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, કોઈ કારણોસર પોતાની ૧૭ વર્ષની દીકરી ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ હતી. આસપાસના વિસ્તાર અને સગા સંબંધીના ઘરે તપાસ કરતા આજ દિવસ સુધી કોઈ ભાળ ન મળતા આખરે ચિંતાતુર પિતાએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની અપહરણની ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News