દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ
November 15, 2025 05:14 PM
દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાની અઘ્યક્ષતામાં જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે યોજાઈ હતી.
બેઠકની શરૂઆતમાં 'માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિન'ના ઉપલક્ષમાં પીડિતો માટે મૌન રાખવામાં આવ્યું હતું. બેઠકમાં માર્ગ સલામતીની પરિસ્થિતિની સમિક્ષા કરીને જરૂરી માર્ગદર્શન અપાયું હતું તેમજ અકસ્માત સંભવિત ભાગોમાં જરૂરી પગલાં લેવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક માનસેતા, પ્રાંત અધિકારી કે.કે.કરમટા સહિત સમિતિના અન્ય સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.