લિબિયામાં વિનાશક વાવાઝોડાએ ૨૦૦૦ થી વધુ લોકોનો ભોગ લીધો

  • September 12, 2023 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આફ્રિકન દેશ લિબિયામાં તોફાન અને પૂરે ભયંકર તબાહી મચાવી છે. ડેનિયલને કારણે વિનાશક પૂર આવ્યું છે. જેના કારણે ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. સૌથી વધુ વિનાશ પૂર્વીય ક્ષેત્રમાં થયો છે. વાવાઝોડાને કારણે બહત્પમાળી ઇમારતો કાદવમાં ધસી પડી હતી. સૌથી વધુ વિનાશ ડેરનામાં થયો છે. ઘણા લોકો પાણીમાં તણાઈ ગયા છે અને હજારો લોકો લાપતા છે. તુર્કીએ લીબિયામાં રેસ્કયુ ટીમ અને મદદ માટે ૩ પ્લેન મોકલ્યા છે.

વડા પ્રધાન ઓસામા હમાદે ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે અને દેશભરમાં ધ્વજ અડધી માથે લહેરાવવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે વિનાશક તોફાન ડેનિયલ પછી આવેલા પૂરે ડેરનામાં ભારે તબાહી મચાવી છે. આ પછી શહેરને ડિઝાસ્ટર એરિયા જાહેર કરવામાં આવ્યું છે. લિબિયાના પૂર્વીય સંસદ સમર્થિત વહીવટીતંત્રના વડા ઓસામા હમાદે સોમવારે મૃત્યુઆંકની પુષ્ટ્રિ કરી હતી. ઓસામાએ કહ્યું કે લીબિયામાં મુશળધાર વરસાદને કારણે સ્થિતિ ભયાનક છે. ઓસામા હમાદે કહ્યું કે સોશિયલ મીડિયા પરના વીડિયોમાં પાણીમાં ડૂબી ગયેલી કાર, ધરાશાયી થયેલી ઈમારતો અને રસ્તાઓ પર પાણીના જોરદાર પ્રવાહ જોવા મળે છે. વાવાઝોડું ડેનિયલ સમગ્ર પ્રદેશમાં ફેલાયું હતું અને કેટલાક દરિયાકાંઠાના નગરોમાં ઘરોનો નાશ કર્યેા હતો, વધુમાં, બાયડાના મેડિકલ સેન્ટર દ્રારા ફેસબુક પર અપલોડ કરાયેલા વિડિયો અનુસાર, વાવાઝોડા તથા પૂરના કારણે પૂર્વીય શહેર બાયડાની હોસ્પિટલોને ખાલી કરાવવામાં આવી હતી.


પૂર્વી લિબિયન સરકારના આરોગ્ય પ્રધાન ઓથમાન અબ્દુલજલિલએ ગઈકાલે મૃત્યુઆંકની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા ૫૦ લોકો ગુમ છે. અબ્દુલજલીલે કહ્યું કે મૃતકોની આ સંખ્યામાં ડેરના શહેરની સંખ્યા સામેલ નથી જેને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. અહીં સ્થિતિ હજુ સ્પષ્ટ્ર નહોતી. શહેરના મુખ્ય મેડિકલ સેન્ટરે જણાવ્યું હતું કે મૃતકોમાં પૂર્વીય શહેર બાયદાના ૧૨ લોકોનો સમાવેશ થાય છે. એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી ઓથોરિટીના જણાવ્યા અનુસાર ઉત્તરપૂર્વીય લિબિયાના દરિયાકાંઠાના શહેર સુસામાં સાત અન્ય લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મંત્રીએ કહ્યું કે શાહત અને ઓમર અલ–મુખ્તાર શહેરમાં સાત અન્ય લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

પૂરના કારણે પૂર્વી લિબિયાના ઘણા શહેરોમાં મકાનો અને અન્ય સંપત્તિઓ નાશ પામી છે. સરકારે શનિવારે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી અને રાતોરાત ત્રાટકેલા તોફાન પહેલા સાવચેતીના પગલા તરીકે શૈક્ષણિક સંસ્થાઓ બધં રાખવામાં આવી હતી. દેશના હવામાન અધિકારીઓએ સંભવિત વરસાદ અને ખરાબ હવામાનની ચેતવણી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application