સંત કબીર રોડ, કોઠારિયા રોડ ઉપર ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન

  • September 10, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની ટીપી બ્રાન્ચ દ્રારા આજે સતં કબીર રોડ અને કોઠારિયા રોડ સહિતના વિસ્તારોમાં ડીમોલીશન કરી ગેરકાયદે બાંધકામોનો ખાતમો કરવામાં આવ્યો હતો. એક મહિના બાદ બુલડોઝર કચેરીની બહાર નીકળ્યા હતાં.
વિશેષમાં અધિકારી વર્તુળોએ વિગત જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.૬માં મેહત્પલનગર–૧ના ખુણે સતં કબીર રોડ ઉપર આવેલી ભાવેશ સોલંકીની ખાનગી મીલકતમાં પૂર્વ મંજુરી મેળવ્યા વિના કરાયેલું બાંધકામ, વોર્ડ નં.૫માં વિશ્ર્ણુ શર્માની ખાનગી મિલકત કે જે સતં કબીર રોડ ઉપર કૈલાસધારા મેઇન રોડ ઉપર ચામુંડા કૃપા મકાન પાસે આવેલ છે ત્યાં આગળ પૂર્વ મંજુરી વીના કરાયેલું બાંધકામ, વોર્ડ નં.૫માં મારૂતીનગર મેઇન રોડ ઉપર ડો.ડોબરિયાના દવાખાના પાસે હિરેન ઢોલરિયાની ખાનગી મિલકતમાં મંજુર કરેલ પ્લાનથી વિરૂધ્ધ માર્જીનની જગ્યામાં કરેલ બાંધકામ તેમજ વોર્ડ નં.૧૮માં પ્રપોઝડ ટીપી સ્કીમ નં.૩૮ કોઠારીયાના ફાઇનલ પ્લોટ નં.૭૨એ કે જે રહેણાક વેચાણ હેતુનો પ્લોટ છે તેમાંથી ગેરકાયદે બનાવેલી ઓરડીઓ તોડી પાડવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application