BREAKING NEWS

પ્રેફેન્શિયલ સર્ટી. ઓફ ઓરીજીનને ઈશ્યુ કરવાની સત્તા એફઆઈઈઓને આપવા માગ

  • April 21, 2026 08:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ નિકાસ વધારવા, રોકાણ આકર્ષવા અને ભારતીય વ્યવસા ખાસ કરીને એમએસએમઈને ગ્લોબલ વેલ્યુ ચેઈન્સમાં સંકલીત કરવા માટે સક્રિયપણે મુકત વ્યાપાર કરારો જેમાં દરેક નિકાસકારોએ અન્ય દેશોમાં નિકાસ કરવા પ્રેફેન્સીયલ સર્ટીફીકેટ ઓફ ઓરીજીન મેળવવાનું રહે છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી નોન પ્રેફેન્સીયલ સર્ટીફીકેટ ઓફ ઓરીજીન ઈશ્યુ કરવાની સત્તા ધરાવે છે. આ સંદર્ભમાં નિકાસ પ્રક્રિયાને વધુ ઝડપી અને
સરળ બનાવવા માટે પ્રેફેન્સીયલ સર્ટીફીકેટ ઓફ ઓરીજીનનું વિકેન્દ્રીકરણ કરી ઈશ્યુ કરવાની સત્તા રાજ્યની અગ્રણી ચેમ્બર ઓફ કોમર્સ અને ફેડરેશન ઓફ ઈન્ડીયન
એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનને આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્વારા સંસદ સભ્ય પુરૂષોત્તમ રૂપાલા તથા ફેડરેશન ઓફ ઈન્ડીયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન ન્યુ દિલ્હીના ડાયરેકટર જનરલ અને ચીફ એકઝીકયુટીવ ઓફીસર ડો. અજય સહાય અને એડીશ્નલ ડાયરેક્ટર જનરલ સુવિધ શાહ સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. પ્રેફેન્સીયલ સર્ટીફીકેટ ઓફ ઓરીજીનના વિકેન્દ્રીકરણ કરી અને ઈશ્યુ કરવાની સત્તા આપવાના મુખ્ય ફાયદાઓ જેમ કે, નિકાસ સંબંધીત પ્રક્રિયાઓ વધુ સુવ્યવસ્થિત બનશે. વ્યવહારનો સમય અને ખર્ચમાં ઘટાડો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News