થી ૩૦ ટકા ઉંચા વ્યાજે રુપીયા આપ્યા: ચેક બાઉન્સના ખોટા કેસમાં ફસાવી દેવા દાંટી મારી: મીઠાપુરના દંપતિ, પુનિલ હોટલવાળા સહિત સાત સામે ફરીયાદ
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા વેપારીને ધંધામાં નાણાની જરુરીયાત હોય આથી થોડા વર્ષ પહેલા જુદા જુદા શખ્સો પાસેથી વ્યાજે રકમ લીધી હતી આરોપીઓએ ૫ થી ૩૦ ટકા જેટલુ ઉંચુ વ્યાજ વસુલી અને લખાણ કરાવી ચેક બાઉન્સના ખોટા ચેકમાં ફસાવી દેવાનું કહીને પઠાણી ઉઘરાણી કર્યાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે. વેપારીએ મીઠાપુરના દંપતિ, પુનીત હોટલવાળા સહિત કુલ સાત સામે ગુનો નોંધાવતા ચકચાર મચી જવા પામી છે, ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
જામનગરના પટેલ કોલોની આદેશ્ર્વર રેસીડેન્સી બ્લોક નં. બી/૪૦૧ ખાતે રહેતા વેપારી ભાવિક રમેશભાઇ તન્ના (ઉ.વ.૩૪)ને ધંધામાં નુકશાની આવતા અને રુપીયાની જરુરીયાત ઉભી થતા થોડા વર્ષ પહેલા આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે અલગ અલગ રકમ ૫ ટકા તથા ૫ થી ૩૦ ટકા જેટલા ઉંચા વ્યાજે લીધા હતા અને આરોપીઓએ ઉંચુ વ્યાજ વસુલ્યુ હતું.
આ રુપીયાની સિકયુરીટી પેટે ફરીયાદી પાસેથી બળજબરીથી કોરા ચેક તથા હાથ ઉછીનાનું લખાણ કરાવી લઇ અને રુપીયા ન આપે તો ચેકમાં મોટી રકમ ભરી બાઉન્સ કરાવી ખોટા કેસમાં ફસાવી દેવાનું કહી ફરીયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી. સને ૨૦૧૯થી અવાર નવાર ઉઘરાણી કરતા હતા.
દરમ્યાનમાં વેપારી ભાવિકભાઇ તન્નાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેમણે ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં મીઠાપુર સત્યમ ટોકીઝ ખાતે રહેતા વલ્પેશ પ્રભુદાસ પાબારી તથા મીતાબેન વલ્પેશ પાબરી તેમજ જામનગર શાંતીનગર-૨ પુનીત હોટલવાળા ઋષીરાજસિંહ તખુભા જાડેજા, શાંતીનગર-૨ પુનિત હોટલવાળા મેઘરાજસિંહ તખુભા જાડેજા, પટેલ કોલોની શેરી નં. ૯, મયુર પ્રોવીઝન સ્ટોરની સામે રહેતા કૃણાલસિંહ રાઠોડ, જામનગરના પીએન માર્ગ પંચવટી સામે રોયલ પ્લાઝા પાંચમા માળે રહેતા જયેશ જોબનપુત્રા અને પટેલ કોલોની આદેશ્ર્વર રેસીડેન્સી બ્લોક નં. બી/૫૦૧માં રહેતા સહદેવ ઉર્ફે શકિતદાન મનહરદાન ગઢવી નામના સાત શખ્સો વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૮૪ તથા ગુજરાત મનીલેન્ડસ એકટ ૨૦૧૧ની કલમ ૫, ૩૯, ૪૦, ૪૨ મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ પીએસઆઇ એચ.બી. વડાવીયા ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech