BREAKING NEWS

જામનગર : મગફળીની ખરીદીમાં રીજેકટ-ડેમેજ માલની મર્યાદા ૮ ટકા કરવા માંગણી

  • November 22, 2025 06:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જીલ્લામાં થોડા સમય પહેલા મગફળીની ખરીદી ચાલુ થયેલ છે, ખેડુતો પુષ્કળ પ્રમાણમાં મગફળીઓ વહેચવા આવી રહયા છે, પરંતુ કમોસમી વરસાદના કારણે મગફળીમાં ડેમેજ તથા અશુઘ્ધી વધારે હોવાથી રીજેકટ થવાના કિસ્સાઓ વધી રહયા છે, આ બાબતે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને રજુઆત કરી છે.


આ પત્રમાં જણાવ્યા અનુસાર જામનગર જીલ્લામાં માવઠાના કારણે મગફળીનો પાક ડેમેજ અને અશુઘ્ધી વધારે થવા પામી છે, હાલ સરકારની ગાઇડલાઇન પ્રમાણે મગફળીમાં ૨ ટકા ડેમેજ તથા અશુઘ્ધી સ્વીકારવામાં આવે છે અને ખેડુતોની મગફળીમાં ડેમેજ તથા અશુઘ્ધી એવરેજ ૫ થી ૮ ટકા આવવાના કારણે ઘણા ખેડુતોની મગફળી રીજેકટ થયેલ છે.

​​​​​​​જેથી ખેડુતો તરફથી હાલની ડેમેજ તથા અશુઘ્ધી મર્યાદમાં તાત્કાલીક મગફળી ડેમેજ તથા અશુઘ્ધી ૮ ટકા કરવામાં આવે અને બારદાનમાં જે મગફળીનો ઉતારો આવી ગયેલ હોય પરંતુ બારદાનમાં ૩૫ કીલો મગફળીનો સમાવેશ ન થતો હોય તેવા કિસ્સામાં ભરતી ૩૫ કીલોના બદલે ૩૨ કીલો કરવામાં આવે તેવો આમ આદમ પાર્ટીના જીલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ દ્વારા મુખ્યમંત્રીને લખેલા પત્રમાં અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application