પ્રેગ્નન્ટ અભિનેત્રીને સ્ટેજ પથી ઉતરવામાં પ્રભાસ અને બીગબી એ કરી મદદ
પ્રેગ્નન્ટ હોવા છતાં હજુ સુધી કામ ને મહત્વ આપતી દીપિકાની ચારેકોર સરાહના થઈ રહી છે.ફિલ્મ કલ્કીના પ્રમોશન માટે આયોજિત એક ઈવેન્ટમાં વાત કરીને દીપિકા પાદુકોણ સ્ટેજ પરથી નીચે આવી ત્યારે એક્ટર પ્રભાસ અને બિગ બી મદદ કરવા માટે દોડી ગયા હતા અને તેને મદદ કરી હતી.
દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ છે પરંતુ તેમ છતાં તેણે કામમાંથી બ્રેક લીધો નથી. હાલમાં જ તે પોતાની આગામી ફિલ્મ ‘કલ્કી’ના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ ઈવેન્ટમાં કંઈક એવું બન્યું જેના કારણે ઈન્ટરનેટ યુઝર્સ તેમના કો-સ્ટારના વર્તનના વખાણ કરતા થાકતા નથી.
સ્ટેજ પર વાત કરતી વખતે દીપિકા નીચે આવે છે અને તેને નીચે આવતી જોઈને પ્રભાસ તેની મદદ કરવા દોડી આવે છે. તેની પાછળ અમિતાભ બચ્ચન પણ દોડે છે. પરંતુ અહીં પ્રભાસ પહેલા પહોંચી જાય છે અને દીપિકાનો હાથ પકડીને તેને સીડીઓ ઉતરવામાં મદદ કરે છે.
દીપિકા પણ બિગ બીના જોક પર હસી રહી હતી
હવે જ્યારે પ્રભાસ આગળ નીકળી જાય છે ત્યારે બિગ બી તેને ચીડવતા જોવા મળે છે. આનો અંદાજો એટલા માટે લગાવી શકાય છે કારણ કે બધા હસી રહ્યા હતા. પ્રભાસ પોતાની સ્ટાઈલમાં શરમાઈને હસી રહ્યો હતો અને દીપિકા પણ બિગ બીના જોક પર હસી રહી હતી. તેથી એવું કહી શકાય કે બિગ બીએ અહીં થોડી મજાક કરી હશે.
બેબી બમ્પ કર્યો છે ફ્લોન્ટ
દીપિકાએ પણ આ ઈવેન્ટમાંથી પોતાનો લુક શેર કર્યો હતો. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર સુંદર સ્લિટ સાથે બ્લેક ગાઉન પહેરેલી તસવીર પોસ્ટ કરી છે. આમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે. આ એક્ટ્રેસનો લુક જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. હવે તે ચોક્કસપણે ચર્ચામાં રહેશે. આ ઉપરાંત તેના ચાહકોથી લઈને ફેશન પ્રેમીઓ સુધીના દરેક તેના આત્મવિશ્વાસ અને સુંદરતા માટે તેના વખાણ કરવાથી પોતાને રોકી શકતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech